News Continuous Bureau | Mumbai
Israel-Hamas War: મોસાદના વડા ડેવિડ બાર્નિયા અને શિન બેટના ડિરેક્ટર રોનેન બારની આગેવાની હેઠળનું ઇઝરાયેલનું પ્રતિનિધિમંડળ પેરિસ અને કૈરોમાં યુએસ, કતાર અને ઇજિપ્તના અધિકારીઓ સાથે મેરેથોન વાટાઘાટો બાદ જેરુસલેમ ( Jerusalem ) પરત ફર્યું છે. આ સમયગાળા દરમિયાન ઘણા મુદ્દાઓ પર સહમતિ સધાઈ છે, જે બાદ યુદ્ધવિરામની ( ceasefire ) શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઈઝરાયેલના સંરક્ષણ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર મોસાદ ચીફે ઈઝરાયેલની યુદ્ધ કેબિનેટના સભ્યોને બિનસત્તાવાર માહિતી આપી છે. તેમણે 10 માર્ચે રમઝાન ( Ramzan ) મહિનો શરૂ થાય તે પહેલા યુદ્ધવિરામની શક્યતા વ્યક્ત કરી છે. ઇઝરાયલના સંરક્ષણ મંત્રાલયના ( Israel Defense Ministry ) સૂત્રોના જણાવ્યા અનુસાર, હમાસ ઇઝરાયેલ ( Israel ) દ્વારા મૂકવામાં આવેલા લગભગ તમામ સૂચનોને સ્વીકારી ચૂક્યું છે. આ સૂચનોમાં તમામ બંધકોને મુક્ત કરવા અને માર્યા ગયેલા લોકોના મૃતદેહો પરત કરવાનો પણ સમાવેશ થાય છે.
ઈઝરાયેલ પક્ષે ઉત્તરી ગાઝામાંથી ( Gaza ) વિસ્થાપિત પેલેસ્ટિનિયનોના ( Palestinians ) પુનર્વસન માટે પણ સંમતિ દર્શાવી છેઃ સુત્રો..
મધ્યસ્થીઓને એ પણ જાણ કરી છે કે જો કોઈ સમજૂતી નહીં થાય તો વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ ગાઝા પટ્ટીના રફાહ વિસ્તારમાં ઈઝરાયેલી સૈનિકો દ્વારા જમીની હુમલાને વધુ તીવ્ર બનાવશે. રફાહમાં મહિલાઓ અને બાળકોની મોટી વસ્તી રહે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઈઝરાયેલ પક્ષે ઉત્તરી ગાઝામાંથી વિસ્થાપિત પેલેસ્ટિનિયનોના પુનર્વસન માટે પણ સંમતિ દર્શાવી છે.
આ સમાચાર પણ વાંચો : SEBI : શેરબજારમાં હેરાફેરી કરનાર પડી શકે છે મુશ્કેલીમાં, હવે AI તેમને ઝડપથી પકડી લેશે..
ઉલ્લેખનીય છે કે, ઇઝરાયેલી પક્ષનું નેતૃત્વ ડેવિડ બાર્નિયા અને રોનેન બાર દ્વારા કરવામાં આવ્યું હતું. કતારના વડા પ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ થાની, સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીના વડા વિલિયમ બર્ન્સ અને ઇજિપ્તના ગુપ્તચર વડા અબ્બાસ કામેલ પણ વાટાઘાટોમાં સામેલ રહ્યા હતા.
નોંધનીય છે કે, 7 ઓક્ટોબરે હમાસ દ્વારા ઇઝરાયેલ પરના હુમલા દરમિયાન 1,200 થી વધુ લોકો માર્યા ગયા. તે જ સમયે, ઇઝરાયેલ દ્વારા ચાલુ જવાબી હુમલામાં અત્યાર સુધીમાં 29,000 થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે. પેલેસ્ટાઈનમાં માર્યા ગયેલા લોકોમાં મહિલાઓ અને બાળકોની સંખ્યા વધુ હોવાનું કહેવાય છે.