News Continuous Bureau | Mumbai
Israel Hamas War: ગાઝા (Gaza) ની અલ-શિફા હોસ્પિટલ (Al Shifa Hospital) માંથી સેંકડો લોકો ભાગી રહ્યા છે, આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે શનિવારે હોસ્પિટલના મેડિકલ સ્ટાફે (Medical Staff) દાવો કર્યો હતો કે ઇઝરાયેલી સેના (Israel Army) દ્વારા તેમને એક કલાકમાં અલ-શિફા ખાલી કરવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જોકે, ઈઝરાયેલે આ દાવાઓને નકારી કાઢ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને યુએનની સંયુક્ત ટીમે અલ-શિફા હોસ્પિટલને ‘ડેથ ઝોન’ ગણાવી છે.
ટીમે અલ-શિફાની તપાસ કરી અને કહ્યું કે તેમને હોસ્પિટલના ગેટ પર સામૂહિક કબર મળી છે. બીબીસી અનુસાર, નજીકના લોકોએ જણાવ્યું કે હોસ્પિટલના ગેટ પર 80 લોકોને દફનાવવામાં આવ્યા છે.
તમામ મહિલાઓ અને બાળકોને મુક્ત ન કરે ત્યાં સુધી યુદ્ધવિરામ શક્ય નથી….
ઈઝરાયેલની સેનાનો દાવો છે કે હમાસના લડવૈયાઓ અલ-શિફા હોસ્પિટલ હેઠળના તેમના બંકરમાંથી ઈઝરાયેલ વિરુદ્ધ ઓપરેશન ચલાવી રહ્યા છે. ઈઝરાયેલે કહ્યું છે કે જ્યાં સુધી તેને હમાસના બંકર અને કમાન્ડ સેન્ટર ન મળે ત્યાં સુધી તેની શોધ ચાલુ રહેશે.
આ સમાચાર પણ વાંચો : Fishing Harbor Fire: વિશાખાપટ્ટનમના ફિશિંગ હાર્બરમાં સિલિન્ડર ફાટ્યું, 25થી વધુ બોટ સળગીને રાખ.. જુઓ વિડીયો..
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનના મધ્ય પૂર્વ બાબતોના મુખ્ય સલાહકાર બ્રેટ મેકગર્કે કહ્યું છે કે જ્યાં સુધી હમાસ બંધક બનાવવામાં આવેલી તમામ મહિલાઓ અને બાળકોને મુક્ત ન કરે ત્યાં સુધી ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં યુદ્ધવિરામ શક્ય નથી. “માનવતાવાદી રાહતમાં વધારો, બળતણમાં વધારો, ગાઝામાં વિરામ… જ્યારે બંધકોને મુક્ત કરવામાં આવશે ત્યારે આવશે,” બ્રેટ મેકગર્કે બહેરીનમાં એક સુરક્ષા પરિષદ દરમિયાન જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, “હમાસની જવાબદારી છે કે તે એવા પગલા ઉઠાવે કે યુદ્ધ અટકે.”
યુએસ વ્હાઇટ હાઉસે કહ્યું કે બિડેન અને કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ-થાનીએ કોઈપણ વિલંબ કર્યા વિના તમામ બંધકોને મુક્ત કરવાની તાત્કાલિક જરૂરિયાત પર યુએસ સાથે ચર્ચા કરી છે.