Site icon

Israel-Hamas War:યુદ્ધ વચ્ચે ગૂગલે ઉઠાવ્યું ચોંકાવનારું પગલું, ઇઝરાયેલમાં આ સેવા સસ્પેન્ડ કરી..

Israel-Hamas War: જ્યારથી હમાસના આતંકવાદીઓએ 7 ઓક્ટોબરે સરહદ પારથી ઈઝરાયેલ પર હુમલો કર્યો ત્યારથી ગાઝા પટ્ટીમાં યુદ્ધ ફાટી નીકળ્યું છે અને લેબનીઝ સરહદ પર પણ હિંસા શરૂ થઈ ગઈ છે. હમાસ અને લેબનીઝ હિઝબુલ્લાહ લડવૈયાઓએ ઇઝરાયેલ પર હજારો રોકેટ છોડ્યા છે.

Israel-Hamas War Google, Apple disable live traffic updates for online maps in Israel, Gaza

Israel-Hamas War Google, Apple disable live traffic updates for online maps in Israel, Gaza

News Continuous Bureau | Mumbai 

Israel-Hamas War: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં દરરોજ નવા વળાંક આવી રહ્યા છે.દરમિયાન હવે ઇઝરાયેલ આર્મીની ( Israel Army ) વિનંતી પર ગૂગલ ( Google ) અને એપલ ( Apple )લાઇવ ટ્રાફિક ફીચર ( Live traffic feature ) બંધ કરી દીધું છે, જેના કારણે લોકોને ગૂગલ નેવિગેશન એપનો ( Google Navigation app ) ઉપયોગ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગૂગલે ઇઝરાયેલમાં લાઇવ ટ્રાફિક કંડીશન ફીચર બંધ કરી દીધું છે. 

Join Our WhatsApp Community

ઇઝરાયેલી સેનાની ગતિવિધિઓ પર નજર રાખવાનો ડર

ઈઝરાયેલના સૈનિકોનું કહેવું છે કે ઈઝરાયેલની સેનાની હિલચાલ અને કામગીરીને ગૂગલ નેવિગેશન એપ જેમ કે ગૂગલ મેપ્સ દ્વારા ટ્રેક કરી શકાય છે. યુદ્ધવિરામની માંગ વચ્ચે ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના હુમલા ચાલુ છે. ઇઝરાયલી દળોએ મંગળવારે દક્ષિણ ગાઝામાં હવાઈ હુમલા કર્યા હતા, જેમાં ઓછામાં ઓછા 28 પેલેસ્ટાઈનના મોત થયા હતા. આ સાથે, ઉત્તરી ગાઝામાં છેલ્લી કાર્યરત હોસ્પિટલોમાંથી એક પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. બીજી તરફ, હમાસની બાજુમાં યમનના ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ લાલ સમુદ્રમાં હુમલા ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી છે. તેનાથી આંતરરાષ્ટ્રીય વેપારને વધુ અસર થવાની શક્યતા છે. ઇઝરાયેલના રાષ્ટ્રપતિ આઇઝેક હરઝોગે કહ્યું કે જો હમાસ દ્વારા બંધકોને પરત લાવવા માટે યુદ્ધવિરામની જરૂર હોય તો અમે તે કરવા તૈયાર છીએ.

યુદ્ધવિરામ માટે વાતચીત ચાલુ

તમને જણાવી દઈએ કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ માટે વાતચીત ચાલી રહી છે. સીઆઈએ ચીફ ઈઝરાયેલ અને કતારી અધિકારીઓ સાથે વાતચીત માટે સોમવારે યુરોપ પહોંચ્યા હતા. યુદ્ધવિરામ અને ગાઝામાં બંધકોની મુક્તિ અંગેની સમજૂતીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે, કારણ કે યુએસ સંરક્ષણ સચિવ લોઇડે હમાસ સામેની મોટી લડાઈ કામગીરી ઘટાડવા ઇઝરાયેલના લશ્કરી નેતાઓ સાથે વાતચીત કરી હતી.

આ સમાચાર પણ વાંચો : Express Train: ભોપાલ ડિવિઝનના સંત હિરદારામ નગર સ્ટેશન પર નોન ઇન્ટરલોકિંગ કાર્ય ને કારણે ગાંધીનગર-વારાણસી સાપ્તાહિક એક્સપ્રેસ રદ રહેશે.

ઇઝરાયેલ પર યુદ્ધવિરામ માટે વધી રહ્યું છે દબાણ

ઇઝરાયેલના કેટલાક સાથી ફ્રાન્સ, બ્રિટન અને જર્મનીએ પણ યુદ્ધવિરામ માટે દબાણ વધાર્યું છે. જ્યારે અમેરિકા નાગરિકોના મોત પર સતત ચિંતા વ્યક્ત કરી રહ્યું છે અને ઇઝરાયેલને યોગ્ય પગલાં લેવાનું કહી રહ્યું છે. તે જ સમયે, ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ કહી રહ્યા છે કે જ્યાં સુધી હમાસ બાકીના 129 બંધકોને મુક્ત નહીં કરે ત્યાં સુધી યુદ્ધ અટકી શકે નહીં.

Diego Garcia Missile Attack: ઈરાનનો અમેરિકા પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો: હિંદ મહાસાગરમાં અમેરિકી બેઝ પર મિસાઈલ વર્ષા; શું હવે ટ્રમ્પ આપશે જડબાતોડ જવાબ?
US Lift Iran Oil Sanctions: ‘બજારમાં તેલ-ગેસનો પુરવઠો થશે પૂર્વવત! હોર્મુઝની સામુદ્રધુનીમાં અવરોધ દૂર થવાના સંકેત; અમેરિકાની જાહેરાતથી ભારત સહિત અનેક દેશોને રાહત
‘Donald Trump Middle East Policy: મધ્ય-પૂર્વમાં તણાવ વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત; શું અમેરિકા યુદ્ધમાંથી પીછેહઠ કરી રહ્યું છે? જાણો લેટેસ્ટ અપડેટ.
Tragic Accident Near Panvel: મહારાષ્ટ્રમાં કાળમુખો અકસ્માત: IIT બોમ્બેના ૩ તેજસ્વી વિદ્યાર્થીઓના મોત; લોનાવાલાથી સૂર્યોદય જોઈ મુંબઈ પરત ફરતી વખતે સર્જાઈ દુર્ઘટના
Exit mobile version