News Continuous Bureau | Mumbai
Israel Hamas War: પેલેસ્ટાઇન (Palestine) ના હમાસ (Hamas) જૂથે તેની ટેલીગ્રામ ચેનલ ( Telegram channel ) પર બંધકનો ( hostages ) વિડીયો રીલીઝ ( Video ) કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવતીને મેડિકલ ટ્રીટમેન્ટ ( Medical treatment ) આપવામાં આવી રહી છે. તેના તૂટેલા જમણા હાથ પર પટ્ટી બાંધવામાં આવી રહી છે. વીડિયોના બીજા ભાગમાં યુવતીએ પોતાના વિશે માહિતી આપતા કહ્યું કે હું મિયા શેમ છું. હું 21 વર્ષની છું. હું ગાઝામાં છું. હું શનિવારે સવારે Sderot માં એક પાર્ટીમાંથી પાછી ફરી હતી. હું અત્યારે ગાઝામાં છું. મારા ઇજાગ્રસ્ત હાથની સારવાર કરવામાં આવી હતી અને સર્જરીમાં 3 કલાકનો સમય લાગ્યો હતો.
તમને જણાવી દઈએ કે મિયા શેમ ફ્રેન્ચ-ઈઝરાયલી નાગરિક છે. તેણે વીડિયોમાં કહ્યું કે તેઓ મારી સંભાળ લઈ રહ્યા છે. મને દવા આપે છે. અહીં બધું સારું છે. હું માત્ર એટલું જ ઈચ્છું છું કે મને શક્ય તેટલી વહેલી તકે મારા માતા-પિતા અને મારા ભાઈ-બહેનો પાસે લઈ જાઓ. મહેરબાની કરીને શક્ય તેટલી વહેલી તકે મને અહીંથી બહાર કાઢો.
חמאס שחרר סרטון של חטופה ישראלית.
– פרסום לאחר אישור המשפחה. pic.twitter.com/YJlMWeapzT— Fadi Amun | فادي أمون | פאדי אמון (@FadiAmun) October 16, 2023
ઈઝરાયેલના અહેવાલ મુજબ, હમાસે મિયા શેમનો વીડિયો પોતાની અરબી ટેલિગ્રામ ચેનલ પર જાહેર કર્યો છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે હમાસના ખતરનાક અલ કાસિમ બ્રિગેડનો કમાન્ડર બાળકીને મેડિકલ ટ્રીટમેન્ટ આપી રહ્યો છે. વીડિયોમાં યુવતી કહે છે કે તે ખરાબ રીતે ઘાયલ છે અને હવે તેને મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે.
હમાસ ISIS છે…..
ઈઝરાયલના ( Israel ) આર્મી રેડિયો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હુમલાની જાણ થતાં જ મિયા શેમની માતા કેરેન શેમે તેને (મિયા) મોબાઈલ પર કોલ કર્યો હતો. પરંતુ સામા પક્ષેથી કોઈ જવાબ આવ્યો નહિ. તેણે ફેસબુક પર પણ પોસ્ટ કર્યું હતું કે તેની પુત્રી ગુમ છે પરંતુ તેની શોધની કોઈએ નોંધ લીધી નથી. મિયાની કાકી ગલીતે જણાવ્યું હતું કે તેણે ટેલિગ્રામ પર મિયાનો વીડિયો જોયો હતો.
આ સમાચાર પણ વાંચો : Israel Hamas War: ઈઝરાયલ-હમાસ જંગ વચ્ચે પુતિને PM નેતન્યાહૂને કર્યો કૉલ, જાણો કયા-કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા, શું યુદ્ધનો અંત આવશે? વાંચો વિગતે અહીં….
ગાલિતે કહ્યું હતું કે, ‘મને લાગ્યું હતું કે હું સપનું જોઈ રહ્યો છું. પૂરા 10 દિવસ બાદ અમે અમારી દીકરીનો ચહેરો જોયો. તે ડરી ગયેલી દેખાય છે. પરંતુ અમને સંતોષ છે કે ઓછામાં ઓછું તે જીવિત છે. અમે ઈચ્છીએ છીએ કે અમારી દીકરી સુરક્ષિત રીતે ઘરે પહોંચે. તેણી તેના શ્રેષ્ઠ મિત્ર અલ્યા ટોલેડાનો સાથે સંગીત ઉત્સવમાં ગઈ હતી અમે તેના મિત્ર વિશે પણ આ જાણવા માંગીએ છીએ.
આ દરમિયાન ઇઝરાયેલની સૌથી લોકપ્રિય ટીવી સિરીઝ ફૌદાના સ્ટાર ઇત્ઝિક કોહેને ઇઝરાયેલ પર હમાસના હુમલા અંગે નિવેદન જાહેર કર્યું છે. તેણે કહ્યું છે કે, ‘ઈઝરાયેલમાં જે થયું તે ખૂબ જ દુઃખદાયક છે અને હજુ પણ થઈ રહ્યું છે. આતંકવાદીઓએ સંગીત સમારોહમાં ઘૂસીને સૈનિકો અને મહિલાઓને ગોળી મારી હતી. સમગ્ર પરિવારને તેમના બેડરૂમમાં જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. તેમની માતાની સામે તેમના બાળકોના શિરચ્છેદ કરવામાં આવ્યા હતા. મહિલાઓ અને બાળકો સહિત 100થી વધુ ઇઝરાયેલી નાગરિકોનું અપહરણ કરીને ગાઝા લઈ જવામાં આવ્યા હતા.
તેણે આગળ કહ્યું હતું કે, ‘બર્બરતાની આ વાર્તાઓ નકલી નથી. આ સત્ય છે. હમાસ આઝાદી માટે લડી રહ્યું નથી. તે એક આતંકવાદી સંગઠન છે જે કોઈપણ કિંમતે ઈઝરાયેલને નષ્ટ કરવા માંગે છે. હું જાણું છું કે આવી ક્રૂરતાની કલ્પના કરવી મુશ્કેલ છે. પણ આ સત્ય છે. તેથી ખોટી માહિતી ન ફેલાવો. આ તમામ આતંકવાદી ઘટનાઓ પાછળ એક જ સંગઠન છે અને તે છે હમાસ. હમાસ ISIS છે.