Site icon News Continuous Bureau | Mumbai

Israel-Hamas War: ઈઝરાયલ તૂટી પડ્યું, હવે હમાસ ચીફ સીનવારને માર્યો ઠાર ; 3 મહિનામાં 3 મોટા દુશ્મનોનો કર્યો ખાત્મો..

Israel-Hamas War: ઈઝરાયેલના વિદેશ મંત્રી ઈઝરાયેલ કાત્ઝે પુષ્ટિ કરી છે કે ઈઝરાયેલ પર 7 ઓક્ટોબરના હુમલાને ઉશ્કેરનાર હમાસના વડા યાહ્યા સિનવાર માર્યો ગયો છે. પ્રારંભિક ડીએનએ તપાસના આધારે આ માહિતી આપવામાં આવી છે.

Israel-Hamas War Israel says it killed Hamas leader Yahya Sinwar in Gaza

Israel-Hamas War Israel says it killed Hamas leader Yahya Sinwar in Gaza

News Continuous Bureau | Mumbai

Israel-Hamas War: છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં ઈઝરાયેલની સેનાએ મોટી સફળતા હાંસલ કરી છે ઈઝરાયેલએ 17 ઓક્ટોબરે હમાસના નેતા યાહ્યા સિનવરને હવાઈ હુમલામાં મારી નાખ્યા હતા. આ વાતની પુષ્ટિ ખુદ દેશના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કરી છે. તેમણે હમાસના સૌથી ખતરનાક નેતાના મૃત્યુની માહિતી આપતા રાષ્ટ્રને સંબોધિત કર્યું. તેમણે કહ્યું કે અમે બુરાઈને ખતમ કરી નાખી છે, પરંતુ હજુ કામ પૂરું થયું નથી. અમે હમાસના નેતાને મારી નાખવાનું વચન આપ્યું હતું તે જ અમે કર્યું. લડાઈ દરમિયાન અમારા માટે આ મહત્વપૂર્ણ ક્ષણ છે.

Join Our WhatsApp Channel

Israel-Hamas War:  હમાસના આતંકવાદી યાહ્યા સિનવારની છેલ્લી ક્ષણો IDF ડ્રોન વીડિયોમાં કેદ

 

Israel-Hamas War: બંધકોની મુક્તિ સર્વોચ્ચ પ્રતિબદ્ધતા 

ઇઝરાયેલના પીએમએ તેમના સંબોધનમાં બંધકોની મુક્તિને તેમની સર્વોચ્ચ પ્રતિબદ્ધતા ગણાવી. તેમણે કહ્યું કે તેઓ  ઘરે પરત ન ફરે ત્યાં સુધી અમે અમારી તમામ તાકાત સાથે કામ કરવાનું ચાલુ રાખીશું. આ ઉપરાંત પીએમએ ગાઝાના લોકોને સંદેશ પણ આપ્યો હતો. નેતન્યાહુએ કહ્યું કે સિનવારે તમારું જીવન બરબાદ કરી દીધું છે. તેણે તમને કહ્યું કે તે સિંહ હતો, પરંતુ વાસ્તવમાં તે ગુફામાં છુપાયેલો હતો અને જ્યારે તે ડરી ગયો અને અમારી પાસેથી ભાગી ગયો, ત્યારે તેને સૈનિકોએ મારી નાખ્યો. યહૂદી નેતાએ સિનવારના મૃત્યુને હમાસના ખરાબ શાસનનું પતન ગણાવ્યું અને તેને ઈઝરાયેલ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવ્યું.

આ સમાચાર પણ વાંચો : Israel Hamas war: હમાસના હુમલાને એક વર્ષ થયું પૂર્ણ.. 17 હજાર હમાસ લડવૈયાઓ મૃત્યુ પામ્યા, 728 સૈનિકોએ જીવ ગુમાવ્યો… હવે PM નેતન્યાહુએ લીધી આ પ્રતિજ્ઞા

 

Israel-Hamas War સિનવર ના DNA માટે ફિંગરપ્રિન્ટ લેવામાં આવ્યા 

 

Israel-Hamas War: હમાસ હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો યાહ્યા સિનવાર

મહત્વનું છે કે યાહ્યા સિનવારને ગયા વર્ષે 7 ઓક્ટોબર, 2023ના રોજ હમાસ દ્વારા ઈઝરાયેલ પર કરવામાં આવેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે. આ સંબંધમાં 17 ઓક્ટોબરે ઈઝરાયેલે એક સિનવાર સહિત ત્રણ લોકોની હત્યા કરી નાખી હતી. જ્યારે ઇઝરાયેલની સેનાએ હમાસ નેતાના ડીએનએ સાથે મેચ કર્યું ત્યારે આ વાતની પુષ્ટિ થઈ. યાહ્યા સિનવાર આતંકવાદી સંગઠન હમાસનો વડા હતો. ઈઝરાયેલ સાથેના યુદ્ધ દરમિયાન ઈરાનમાં થયેલા વિસ્ફોટમાં હમાસના વડા ઈસ્માઈલ હનીયેહ માર્યા ગયા બાદ તેમણે હમાસના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. સિનવારનો જન્મ 1962માં ગાઝા શરણાર્થી શિબિરમાં થયો હતો. તે હમાસ સાથે તેના શરૂઆતના દિવસોથી સંકળાયેલો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

US Strategy To Seize Kharg Island Iran ઈરાનની આર્થિક કરોડરજ્જુ પર ટ્રમ્પની નજર ૯૦% તેલ નિકાસના કેન્દ્ર ‘આ’ ટાપુ પર કબજાની ધમકી
Trump Canada Tariff 100 Year Old Law કેનેડા પર ટ્રમ્પનો પ્રહાર ૫૦ ટકા વધારાનો ટેરિફ ઝીંકી ૧૦૦ વર્ષ જૂનો કાયદો લાગુ કર્યો, વૈશ્વિક વેપાર યુદ્ધ તીવ્ર બન્યું
Middle East War Petro Gas Prices દરિયાઈ નાકાબંધીથી ગ્લોબલ ક્રૂડ માર્કેટ ડામાડોળ, સાઉદીના રૂટ સીલ થતાં કાચા તેલમાં ભડકો, ભારતમાં ઈંધણના ભાવ વધવાની ભીતિ
Iran US War Pakistan ઈરાનઅમેરિકા જંગ મધ્યસ્થી બનવા ગયેલું પાકિસ્તાન પોતે જ ‘બલિનો બકરો’ બન્યું, MoU પણ રદ્દી કાગળ સાબિત થયો!
Exit mobile version