News Continuous Bureau | Mumbai
Israel Hamas War: ઈઝરાયેલ-હમાસના યુદ્ધના કારણે દિવસેને દિવસે તણાવ વધી રહ્યો છે. બંને તરફથી લગભગ 5000 લોકો માર્યા ગયા છે. આવી સ્થિતિમાં એવી જાણકારી મળી રહી છે કે, બ્રિટનના વડાપ્રધાન ( Britain Prime Minister ) ઋષિ સુનક ( Rishi Sunak ) આ અઠવાડિયામાં ઈઝરાયેલની ( Israel ) મુલાકાતે જશે. જોકે, હજુ સુધી તેની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં નથી આવી.
ડાઉનિંગ સ્ટ્રીટના ( Downing Street ) એક પ્રવક્તાએ ( Spokesperson ) આ રિપોર્ટની પુષ્ટિ કરવાનો ઈનકાર કરી દીધો છે. આ સાથે જ કહ્યું કે, સુનકના પ્રવાસની પુષ્ટિ સામાન્ય રીતે કરવામાં આવેશે. ગત અઠવાડિયે વિદેશ મંત્રી જેમ્સ ક્લેવરલી ( Foreign Minister James Cleverley ) ઈઝરાયેલની મુલાકાતે ગયા હતા. તેમણે હમાસના હુમલા બાદ ઈઝરાયેલી લોકો સાથે એકજૂથતા દેખાડવા માટે પ્રવાસ કર્યો હતો.
બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક આ અઠવાડિયે ઈઝરાયલની મુલાકાતે…
તેમણે કહ્યું કે, તેઓ એક મિત્ર તરીકે ઈઝરાયેલના નાગરિકોને બચાવવા માટે શક્ય તમામ સાવધની રાખવાનું આહવાન કરવાનું ચાલું રાખશે. આ અગાઉ મંગળવારે સુનકે સાઉદી આરબ અને કતારના નેતાઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે એ વાત પર ભાર મૂક્યો હતો કે, યુદ્ધને રોકવું કેટલું જરૂરી છે.
આ સમાચાર પણ વાંચો : Israel Gaza War: નવાઝ શરીફના જમાઈએ ભારત અને ઈઝરાયેલ વિરુદ્ધ ઝેર ઓક્યુ.. જાણો શું છે આ મામલો…. વાંચો વિગતે અહીં..
દરમિયાન ગાઝાની હૉસ્પિટલ પર થયેલા હવાઇ હુમલામાં 500થી વધુ લોકો માર્યા ગયા છે. જો બાઇડેને આ ઘટના પર નારાજગી અને દુઃખ વ્યક્ત કર્યું છે અને ઇઝરાયલને કેટલાક સખત સવાલ પૂછવાની તૈયારી કરી લીધી છે.
ફઝરાયલ મુલાકાત દરમિયાન જો બાઇડેન ( Joe Biden ) આરબ દેશોના નેતાઓ સાથે મળવાના હતા, પણ આ હવાઇ હુમલા બાદ જોર્ડને સમિટ રદ કરી હોવાના અહેવાલ છે. જોકે, હૉસ્પિટલ પરના આ હુમલામાં પોતાનો હાથ નહીં હોવાની ઇઝરાયલે સ્પષ્ટતા કરી છે.