Site icon

Israel Hamas War: ઇઝરાયલની તાકાત વધશે! હમાસ હુમલા વચ્ચે જો બાઈડન બાદ હવે બ્રિટિશ PM સુનક જશે ઈઝરાયલ, વાંચો વિગતે અહીં..

Israel Hamas War: ઈઝરાયેલ-હમાસના યુદ્ધના કારણે દિવસેને દિવસે તણાવ વધી રહ્યો છે. બંને તરફથી લગભગ 5000 લોકો માર્યા ગયા છે. આવી સ્થિતિમાં એવી જાણકારી મળી રહી છે કે, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક આ અઠવાડિયામાં ઈઝરાયેલની મુલાકાતે જશે….

Israel Hamas War Israel's strength will increase! After Joe Biden, British PM Sunak will go to Israel amid Hamas attacks…

Israel Hamas War Israel's strength will increase! After Joe Biden, British PM Sunak will go to Israel amid Hamas attacks…

News Continuous Bureau | Mumbai 

Israel Hamas War: ઈઝરાયેલ-હમાસના યુદ્ધના કારણે દિવસેને દિવસે તણાવ વધી રહ્યો છે. બંને તરફથી લગભગ 5000 લોકો માર્યા ગયા છે. આવી સ્થિતિમાં એવી જાણકારી મળી રહી છે કે, બ્રિટનના વડાપ્રધાન ( Britain Prime Minister ) ઋષિ સુનક ( Rishi Sunak ) આ અઠવાડિયામાં ઈઝરાયેલની ( Israel ) મુલાકાતે જશે. જોકે, હજુ સુધી તેની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં નથી આવી.

Join Our WhatsApp Community

ડાઉનિંગ સ્ટ્રીટના ( Downing Street ) એક પ્રવક્તાએ ( Spokesperson ) આ રિપોર્ટની પુષ્ટિ કરવાનો ઈનકાર કરી દીધો છે. આ સાથે જ કહ્યું કે, સુનકના પ્રવાસની પુષ્ટિ સામાન્ય રીતે કરવામાં આવેશે. ગત અઠવાડિયે વિદેશ મંત્રી જેમ્સ ક્લેવરલી ( Foreign Minister James Cleverley ) ઈઝરાયેલની મુલાકાતે ગયા હતા. તેમણે હમાસના હુમલા બાદ ઈઝરાયેલી લોકો સાથે એકજૂથતા દેખાડવા માટે પ્રવાસ કર્યો હતો.

બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક આ અઠવાડિયે ઈઝરાયલની મુલાકાતે…

તેમણે કહ્યું કે, તેઓ એક મિત્ર તરીકે ઈઝરાયેલના નાગરિકોને બચાવવા માટે શક્ય તમામ સાવધની રાખવાનું આહવાન કરવાનું ચાલું રાખશે. આ અગાઉ મંગળવારે સુનકે સાઉદી આરબ અને કતારના નેતાઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે એ વાત પર ભાર મૂક્યો હતો કે, યુદ્ધને રોકવું કેટલું જરૂરી છે.

આ સમાચાર પણ વાંચો :  Israel Gaza War: નવાઝ શરીફના જમાઈએ ભારત અને ઈઝરાયેલ વિરુદ્ધ ઝેર ઓક્યુ.. જાણો શું છે આ મામલો…. વાંચો વિગતે અહીં..

દરમિયાન ગાઝાની હૉસ્પિટલ પર થયેલા હવાઇ હુમલામાં 500થી વધુ લોકો માર્યા ગયા છે. જો બાઇડેને આ ઘટના પર નારાજગી અને દુઃખ વ્યક્ત કર્યું છે અને ઇઝરાયલને કેટલાક સખત સવાલ પૂછવાની તૈયારી કરી લીધી છે.

ફઝરાયલ મુલાકાત દરમિયાન જો બાઇડેન ( Joe Biden ) આરબ દેશોના નેતાઓ સાથે મળવાના હતા, પણ આ હવાઇ હુમલા બાદ જોર્ડને સમિટ રદ કરી હોવાના અહેવાલ છે. જોકે, હૉસ્પિટલ પરના આ હુમલામાં પોતાનો હાથ નહીં હોવાની ઇઝરાયલે સ્પષ્ટતા કરી છે.

India-Nepal Trade: અમેરિકન ટેરિફ ની વચ્ચે ભારત પર ‘ડબલ સ્ટ્રાઇક’! નેપાળ ની આંતરિક પરિસ્થિતિ છે જવાબદાર
Donald Trump: સૌને આંચકો… જે નહોતું થવું તે જ થયું, જાણો કોર્ટે ટ્રમ્પને એવી તે શું મંજૂરી આપી કે હવે ભારતીયો માટે વધશે મુશ્કેલી
India-China Relations: અમેરિકાના ટેરિફ વચ્ચે ચીની રાજદૂતે ભારત માટે ખોલી દીધું દિલ! આ રીતે કરશે પડકારોનો સામનો
Nepal: નેપાળ સરકાર સંકટમાં, આટલા મંત્રીઓનું રાજીનામું, કાયદા મંત્રીના ઘરને લગાડાઈ આગ
Exit mobile version