News Continuous Bureau | Mumbai
Israel Hamas War : હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધને એક મહિનો પૂર્ણ થયો છે. 7 ઓક્ટોબરે હમાસે ( Hamas ) જમીન, હવા અને દરિયાઇ માર્ગે દક્ષિણ ઇઝરાયેલમાં અચાનક હુમલો કર્યો હતો. ગાઝા ( Gaza ) તરફથી હજારોની સંખ્યામાં રોકેટ ( Rocket Attack ) છોડવામાં આવ્યા હતા. હમાસના આતંકીઓ ( Hamas terrorists ) ઇઝરાયેલમાં ઘુસી ગયા હતા.
હમાસના હુમલામાં હજારો લોકો માર્યા ગયા હતા અને કેટલાક લોકોને બંધક બનાવીને લઇ જવામાં આવ્યા હતા. આ હુમલો સવારે કરવામાં આવ્યો હતો. હુમલાને કારણે ઇઝરાયેલની મજબૂત ગણાતી જાસુસી સેવા અને સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉભા થયા હતા. હુમલા પછી તે દિવસે ઇઝરાયેલે હમાસના સફાયા માટે યુદ્ધની જાહેરાત કરતા ઓપરેશન સ્વૉર્ડ ઓફ આયરન લૉન્ચ કર્યું હતું, ત્યારથી ઇઝરાયેલી ફાઇટર જેટ ગાઝામાં એર સ્ટ્રાઇક કરી રહ્યાં છે.
ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે ( Israel Defense Force ) વ્યાપક જમીની હુમલાની યોજના પણ બનાવી છે અને તેના ટેન્ક,વાહન અને સૈનિકો ગાઝામાં ઘુસી ગયા છે. સંયુક્ત રાષ્ટ્ર સહિત વિશ્વના કેટલાક દેશ અને કેટલીક એજન્સીઓ સંઘર્ષ વિરામનું આહવાન કરી રહી છે. બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે તમામ બંધકોને છોડ્યા વગર સીઝફાયર નહીં થાય. બીજી તરફ હમાસે ઇઝરાયેલની જેલમાં બંધ પેલેસ્ટાઇની કેદીઓ સાથે બંધકોની અદલા બદલીની શરત રાખી છે.
યુદ્ધમાં મૃતકોની સંખ્યાનો આંકડો 11 હાજરની પાર…
યુદ્ધના એક મહિનામાં ગાઝાના કેટલાક વિસ્તાર કાટમાળમાં બદલાઇ ગયા છે. આ યુદ્ધમાં મૃતકોની સંખ્યાનો આંકડો 11 હાજરની પાર થઇ ગયો છે. ગાઝામાં હમાસ તરફથી સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, ઇઝરાયેલી હુમલામાં અત્યાર સુધી 10,022 પેલેસ્ટાઇની માર્યા ગયા છે. વેસ્ટ બેન્કમાં 152 લોકોના મોત થયા છે. હમાસના હુમલામાં ઇઝરાયેલના 1400થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઉપરાંત આ યુદ્ધના કારણે અત્યાર સુધીમાં 15 લાખ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. સંયુક્ત રાષ્ટ્રએ ટિપ્પણી કરી કે ગાઝા બાળકો માટે કબ્રસ્તાન બની રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Delhi pollution : દિલ્હીમાં ફરી લાગુ થયો ઑડ-ઇવન ફોર્મ્યુલા… વધતા જતા પ્રદૂષણ વચ્ચે આ તારીખ સુધી અમલમાં રહેશે કડક નિયમો
મુખ્ય રીતે સંઘર્ષ પેલેસ્ટાઇન અને ઇઝરાયેલનો છે જે વર્ષોથી ચાલતો આવી રહ્યો છે. હમાસ પેલેસ્ટાઇનીની લડાઇ લડવાનો દાવો કરનાર અને ગાઝાથી ચાલતુ એક કટ્ટરપંથી સંગઠન છે જે 2007થી ગાઝા પટ્ટીમાં પોતાનું શાસન ચલાવી રહ્યું છે. હમાસને ઇરાનનું સમર્થન છે. કેટલાક જાણકાર માને છે કે ઇઝરાયેલ પર આ સ્તર પર હુમલો કરવામાં ઇરાને હમાસને સક્ષમ બનાવ્યું હતું.
હમાસે બે કારણે ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો. હમાસા હવાલાથી કહેવામાં આવ્યું કે હમાસે કહ્યું કે આ હુમલો મુખ્ય રીતે ઇઝરાયેલી નીતિને કારણે લાંબા સમયથી ચાલતા તેમના ગુસ્સાના પરિણામનું સ્વરૂપ હતું, જેમાં જેરૂસલેમમાં અલ અક્શા મસ્જિદમાં તાજેતરમાં થયેલી હિંસા સામેલ હતી પરંતુ તેનું સામાન્ય કારણ પેલેસ્ટાઇનીઓ સાથે વ્યવહાર અને ઇઝરાયેલી વસ્તીનો વિસ્તાર હતો.
હમાસના હુમલાને કારણે ઇઝરાયેલની એજન્સીઓ પર સવાલ ઉભા થયા..
ઇઝરાયેલી ઇન્ટેલિજન્સ કોમ્યુનિટી મુખ્ય રીતે ત્રણ એજન્સીઓને મળીને બની છે જેમાં અમન, મોસાદ અને શબાક એજન્સી સામેલ છે. અમનનું કામ મિલિટ્રી ઇન્ટેલિજન્સનું છે. મોસાદ વિદેશી જાસુસી સંભાળે છે અને શબાક એટલે કે શિન બેટ આંતરિક સુરક્ષા સંબંધિત એક એજન્સી છે.
આ ત્રણેયમાં મોસાદની ઘણી ચર્ચા રહે છે કારણ કે આ એજન્સી મુખ્ય રીતે તેના જવાન વિદેશમાં દુશ્મનને કોઇ પણ ઠેકાણા પર મારી શકે છે. દુનિયાની ટોપ-10માં આ એજન્સી રહે છે અને યાદી બનાવનારી કેટલાક સંસ્થા તેને ટોપ 5માં રાખે છે.
માનવામાં આવે છે કે મોસાદના એજન્ટ વિશ્વભરમાં ફેલાયેલા છે જે દરેક ગુપ્ત જાણકારી મેળવીને ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સને અપડેટ રાખે છે. હમાસના 7 ઓક્ટોબરે હુમલાની જાણકારી અંતે મોસાદ અને શિન બેટ જેવી એજન્સીઓને કેમ થઇ નહતી. શું આ એજન્સીઓથી કોઇ ચુક થઇ ગઇ કે પછી તેની કાર્ય પ્રણાલીમાં કંઇક ગડબડ છે, આવા કેટલાક સવાલ ઉભા થઇ રહ્યાં છે.