News Continuous Bureau | Mumbai
Israel Hamas war: ઇઝરાયેલી સેના અને હમાસ વચ્ચેની લડાઈને આજે એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. જોકે યુદ્ધ હજી પણ ચાલુ છે, હકીકતમાં તે વધુ ઉગ્ર બની રહ્યું છે. હમાસના લડવૈયાઓએ 7 ઓક્ટોબર, 2023ના રોજ ઈઝરાયેલમાં મોટો હુમલો કર્યો હતો. લગભગ 1200 લોકો માર્યા ગયા અને 251ને હમાસના લડવૈયાઓ દ્વારા અપહરણ કરીને ગાઝા લઈ જવામાં આવ્યા. હુમલા બાદ તરત જ ઇઝરાયેલી સેનાએ હમાસ સામે હુમલા શરૂ કરી દીધા હતા. ઇઝરાયેલી સંરક્ષણ દળોએ સોમવારે યુદ્ધના એક વર્ષને ચિહ્નિત કરીને ગાઝા પટ્ટી, પશ્ચિમ કાંઠે અને લેબનોનમાં તેની કામગીરીના ડેટા જાહેર કર્યા.
Israel Hamas war: IDFએ ગાઝા પટ્ટીમાં 17,000 લડવૈયાઓને મારી નાખ્યા
મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ યુદ્ધની શરૂઆતથી, IDFએ ગાઝા પટ્ટીમાં હમાસ અને અન્ય જૂથોના 17,000 લડવૈયાઓને મારી નાખ્યા છે. IDFએ જણાવ્યું હતું કે 7 ઓક્ટોબરે ઇઝરાયેલની અંદર 1,000 હમાસ લડવૈયાઓ પણ માર્યા ગયા હતા, જ્યારે ઇઝરાયેલી દળોએ હુમલા બાદ જવાબી કાર્યવાહી કરી હતી.
તો બીજી તરફ 7 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં 728 ઇઝરાયેલ સૈનિકો, અનામત સૈનિકો અને સ્થાનિક સુરક્ષા અધિકારીઓ માર્યા ગયા છે અને 4,576 અન્ય ઘાયલ થયા છે. તેમાંથી 346 ગાઝામાં જમીની હુમલા દરમિયાન માર્યા ગયા હતા અને ગાઝામાં 2,299 ઘાયલ થયા હતા. IDFએ કહ્યું છે કે ગાઝામાં પરસ્પર ગોળીબારમાં તેના 56 સૈનિકો અલગ-અલગ સંજોગોમાં માર્યા ગયા છે.
Israel Hamas war: બેન્જામિન નેતન્યાહુએ વિજયની પ્રતિજ્ઞા લીધી
દરમિયાન હુમલાની વર્ષગાંઠ પર, ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ વિજયની પ્રતિજ્ઞા લીધી. એમ પણ કહ્યું કે તેમના દેશની સેનાએ હમાસ દ્વારા 7 ઓક્ટોબરના હુમલા પછી વાસ્તવિકતા સંપૂર્ણપણે બદલી નાખી. ગાઝા પટ્ટી અને લેબનોનમાં ચાલી રહેલી લડાઈ વચ્ચે નેતન્યાહૂએ સેનાને કહ્યું કે માત્ર ઈઝરાયેલ જીતશે. આ દરમિયાન ઈઝરાયેલ હવે ઈરાન પર પણ હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે. હિઝબુલ્લાના વડા સૈયદ હસન નસરાલ્લાહ અને હમાસના વડા ઇસ્માઇલ હનીયાહની હત્યા બાદ ઇરાને ઇઝરાયેલ પર 180 મિસાઇલો છોડી છે.
આ સમાચાર પણ વાંચો: Israel Hezbollah War: હિઝબુલ્લાએ આપ્યો હુમલાનો જવાબ, ઇઝરાયેલ પર છોડ્યા રોકેટ; ઈઝરાયેલના સૈન્ય મથકને નિશાન બનાવ્યું.. આટલા લોકો થયા ઘાયલ..
Israel Hamas war: બેરૂતમાં હથિયારોના સંગ્રહ સ્થળો પર હુમલો
મહત્વનું છે કે ઇઝરાયેલે રવિવારે બેરૂતના દક્ષિણી ઉપનગરો પર હુમલા ચાલુ રાખ્યા હતા. આ હુમલાઓ લેબનોનમાં હિઝબોલ્લાહ સામેની લડાઈનો એક ભાગ છે, જ્યાં ઈરાન સમર્થિત જૂથ આધારિત છે. ઇઝરાયેલની સેનાના જણાવ્યા અનુસાર તેણે બેરૂતમાં હિઝબુલ્લાહના આતંકવાદી લક્ષ્યો અને હથિયારોના સંગ્રહ સ્થળો પર હુમલો કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે તેણે હિઝબુલ્લાહના ગુપ્તચર મુખ્યાલય પર પણ હુમલો કર્યો હતો.
તે જ સમયે, હિઝબુલ્લાએ કહ્યું છે કે તેણે હાઇફા ના દક્ષિણમાં સ્થિત સૈન્ય મથકને નિશાન બનાવ્યું છે. આ ઈઝરાયેલનું ત્રીજું સૌથી મોટું શહેર છે જેના પર ‘ફાદી 1’ મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો છે. ઈઝરાયેલના મીડિયા અનુસાર દેશના ઉત્તરમાં થયેલા હુમલામાં 10 લોકો ઘાયલ થયા છે. તે જ સમયે, ઇઝરાયેલે ગાઝા પટ્ટીમાં એક મસ્જિદ પર હવાઈ હુમલો કર્યો, જેમાં 26 લોકો માર્યા ગયા. આ દરમિયાન એક શાળા પ્રભાવિત થઈ હતી જ્યાં લોકોએ આશ્રય લીધો હતો.