News Continuous Bureau | Mumbai
Israel Hamas War : અમેરિકા (America) ના રાષ્ટ્રપતિ જો બાયડ (Joe Biden) ને ઈઝરાયેલ અને હમાસ (Israel Hamas War) વચ્ચેના યુદ્ધને લઈને મોટો દાવો કર્યો છે. વાત જાણે એમ છે કે, જો બાયડને કહ્યું કે, ભારતીય મધ્ય પૂર્વ યુરોપ કોરિડોરની જાહેરાત તાજેતરમાં નવી દિલ્હીમાં જી-20 સમિટ (G20 Summit) દરમિયાન કરવામાં આવી હતી. હું માનું છું કે, આ જાહેરાત હમાસ દ્વારા ઇઝરાયેલ પર આતંકવાદી હુમલાનું કારણ છે. યુએસ પ્રમુખ જો બિડેને જણાવ્યું હતું કે તેમનો દેશ સાઉદી અરેબિયાને યુરોપ સાથે જોડતો રેલ-રોડ પ્રોજેક્ટ સહિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના નેટવર્ક દ્વારા ચીન (China) ના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ (BRI)નો સામનો કરવા માટે G7 સભ્ય દેશો સાથે કામ કરી રહ્યો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને કહ્યું કે, “મને ખાતરી છે કે આ હમાસના હુમલાનું એક કારણ હતું,” તેણે કહ્યું. મારી પાસે આનો કોઈ પુરાવો નથી, પરંતુ મારો અંતરાત્મા મને કહે છે કે, હમાસે ઇઝરાયેલ માટે પ્રાદેશિક એકીકરણ તરફના તેના કાર્યને કારણે આ હુમલો કર્યો છે. અમે તે કામ છોડી શકતા નથી. મહત્વનું છે કે, 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો. આ હુમલામાં 1400 લોકોના મોત થયા છે. અમેરિકા અને બ્રિટન સહિત ઘણા દેશોના નાગરિકો પણ તેમાં સામેલ છે. આ હુમલા પછી બીજી વખત બાઈડને હમાસના હુમલાના સંભવિત કારણો પૈકી એક તરીકે ભારતીય મધ્ય પૂર્વ યુરોપ કોરિડોરનો ઉલ્લેખ કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : Gujarat High Court: ચાલુ સુનાવણીએ ગુજરાત હાઈકોર્ટના 2 ન્યાયાધીશો વચ્ચે ઉગ્ર દલીલો, પાછળથી વ્યક્ત કર્યો ખેદ.. જાણો શું છે આ સંપુર્ણ મામલો..વાંચો વિગતે અહીં..
આ સપ્ટેમ્બર મહિનામાં ભારતમાં જી-20 સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. બિડેન, ઋષિ સુનક સહિત વિશ્વભરના ઘણા મોટા નેતાઓએ તેમાં ભાગ લીધો હતો. આ સમિટની બાજુમાં પીએમ મોદી-જો બાઈડન સહિત ઘણા નેતાઓએ મહત્વાકાંક્ષી ભારતીય મધ્ય પૂર્વ યુરોપ કોરિડોરના નિર્માણની જાહેરાત કરી હતી.
ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર શું છે?
અમેરિકા પહોંચેલા ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે પ્રેસને સંબોધતા બાઈડેને કહ્યું હતું કે, અમે તેની (બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ) સાથે સ્પર્ધા કરવા જઈ રહ્યા છીએ અને અમે તેને અલગ રીતે કરી રહ્યા છીએ. બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવ દેવુંથી લદાયેલું છે અને તેના પર હસ્તાક્ષર કરનાર મોટા ભાગના રાષ્ટ્રો માટે ફાંસો બની ગયો છે. તેઓ તે દેશો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવા માટે G7 દેશો સાથે કામ કરી રહ્યા છે. G7માં બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને અમેરિકાનો સમાવેશ થાય છે.
ભારત, યુરોપિયન યુનિયન, અમેરિકા અને સાઉદી અરેબિયા… આ ચાર દેશો એક મેગા પ્રોજેક્ટ પર સાથે મળીને કામ કરી રહ્યા છે. તેનું નામ ઈન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર એટલે કે IMEC છે. આને ઐતિહાસિક સમજૂતી કહેવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ માટેના એમઓયુ પર 9 સપ્ટેમ્બરના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ભારત સિવાય હસ્તાક્ષર કરનારા દેશોમાં અમેરિકા, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, યુરોપિયન યુનિયન, ઈટાલી, ફ્રાન્સ અને જર્મનીનો સમાવેશ થાય છે. આ કોરિડોરના નિર્માણ બાદ ભારત ફક્ત રેલ અને જહાજ દ્વારા યુરોપ પહોંચી શકશે. આ કોરિડોરને ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI)નો જવાબ માનવામાં આવી રહ્યો છે. આ કોરિડોરના બે ભાગ હશે. પહેલો- ઈસ્ટર્ન કોરિડોર, જે ભારતને ગલ્ફ દેશો સાથે જોડશે. બીજો- નોર્ધન કોરિડોર, જે ગલ્ફ દેશોને યુરોપ સાથે જોડશે. રેલ્વે લાઇનની સાથે આ કોરિડોરમાં વીજળીની કેબલ, હાઇડ્રોજન પાઇપલાઇન અને હાઇ-સ્પીડ ડેટા કેબલ પણ હશે.