News Continuous Bureau | Mumbai
Israel-Hezbollah War : મધ્ય પૂર્વમાં તણાવ દિવસેને દિવસે વધી રહ્યો છે. ગાઝામાં હમાસના લક્ષ્યો પર ભીષણ બોમ્બમારો વચ્ચે, ઇઝરાયેલે હવે લેબનોનમાં હિઝબુલ્લાહના લક્ષ્યો પર વિનાશક હુમલાઓ કરવાનું શરૂ કર્યું છે. હવે ઈઝરાયેલે હિઝબુલ્લાહના મિસાઈલ કમાન્ડર ‘ઈબ્રાહિમ કુબૈસી’ને પણ મારી નાખ્યો છે. કોબેસીના મૃત્યુને હિઝબુલ્લાહ માટે મોટો ફટકો માનવામાં આવે છે. જણાવી દઈએ કે ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએચેતવણી આપતા કહ્યું છે કે અમે હિઝબુલ્લાહ પર હુમલો કરવાનું ચાલુ રાખીશું અને મિસાઈલ ધરાવતા તમામ ઘરોને નષ્ટ કરી દઈશું.
🔴Ibrahim Muhammad Qabisi, the Commander of Hezbollah’s Missiles and Rockets Force, was eliminated by an IAF airstrike in Beirut.
Qabisi commanded several missile units within the Hezbollah terrorist organization, including the Precision Guided Missile Unit. Over the years and… pic.twitter.com/nEumRYUFYc
— Israel Defense Forces (@IDF) September 24, 2024
Israel-Hezbollah War : ઈબ્રાહિમ કુબૈસી માર્યો ગયો
મીડિયા અહેવાલો અનુસાર, મંગળવારે (24 સપ્ટેમ્બર, 2024) ઇઝરાયેલે બેરૂતના દહિયાહ વિસ્તારમાં હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં હિઝબુલ્લાહનો રોકેટ અને મિસાઈલ નિષ્ણાત ઈબ્રાહિમ કુબૈસી માર્યો ગયો હતો. કુબૈસી હિઝબુલ્લાહના રોકેટ યુનિટમાં અગ્રણી વ્યક્તિ હતા અને ઇઝરાયેલમાં અનેક હુમલાઓ માટે જવાબદાર હતા.
Israel-Hezbollah War : હિઝબુલ્લાએ મિસાઈલ કમાન્ડર ‘ઈબ્રાહિમ કુબૈસી’ના મૃત્યુની પૃષ્ટિ કરી
ઇઝરાયેલી સૈન્યએ દાવો કર્યો હતો કે હુમલા સમયે કોબેસીની સાથે અન્ય કેટલાક અગ્રણી હિઝબુલ્લા કમાન્ડરો હાજર હતા. જો કે, અધિકારીઓએ જણાવ્યું નથી કે અન્ય કોઈ માર્યા ગયા છે કે ઘાયલ થયા છે. બીજી તરફ હિઝબુલ્લાએ કુબૈસીના મૃત્યુનો સ્વીકાર કર્યો અને તેને જેરુસલેમ માટે શહીદ ગણાવ્યો. હિઝબુલ્લાહ આ શબ્દનો ઉપયોગ ઇઝરાયેલી દળો દ્વારા માર્યા ગયેલા લડવૈયાઓ માટે કરે છે. તમને જણાવી દઈએ કે લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે માહિતી આપી છે કે સોમવારથી દેશમાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં મૃત્યુઆંક વધીને 558 થઈ ગયો છે. આ દરમિયાન 1835 લોકો ઘાયલ પણ થયા છે.
આ સમાચાર પણ વાંચો : Israel Lebanon Conflict : લેબનોનનો પ્રખ્યાત પત્રકાર કરી રહ્યો હતો લાઈવ ટેલિકાસ્ટ, અચાનક થયો વિસ્ફોટ; જુઓ વિડીયો
Israel-Hezbollah War : કુબાસી કેટલો ખતરનાક હતો?
હિઝબોલ્લાહ મિસાઇલ કમાન્ડર ઇબ્રાહિમ કુબૈસી દાયકાઓ સુધી હિઝબોલ્લાહની મિસાઇલ ક્ષમતાઓમાં કેન્દ્રીય વ્યક્તિ હતા. કુબૈસી 1980ના દાયકામાં હિઝબુલ્લામાં જોડાયો હતો. તેમણે ઘણા મિસાઈલ યુનિટને કમાન્ડ કર્યા, ખાસ કરીને ચોક્સાઈ-ગાઈડેડ મિસાઈલ પ્રોગ્રામ. તે ઇઝરાયેલ સામે હિઝબુલ્લાહની લશ્કરી વ્યૂહરચનામાં સક્રિયપણે સામેલ હતો અને વરિષ્ઠ લશ્કરી નેતાઓ સાથે ગાઢ સંબંધો ધરાવતા હતા.
મહત્વનું છે કે ઈઝરાયેલ છેલ્લા એક અઠવાડિયાથી હિઝબુલ્લાહ પર હુમલા કરી રહ્યું છે. ઇઝરાયેલ લેબનોનની અંદર હિઝબુલ્લાહના સ્થાનોને નિશાન બનાવી રહ્યું છે.