Site icon

Israel-Hezbollah War : ઇઝરાયેલી સેનાએ હિઝબુલ્લાહની તોડી કમર, હુમલામાં ટોચના કમાન્ડરને માર્યો ઠાર, તણાવ ચરમસીમાએ .. 

  Israel-Hezbollah War :  લેબનોનની અંદર છુપાયેલા ઈસ્લામિક આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના મિસાઈલ પ્રોગ્રામના કમાન્ડરનું ઈઝરાયેલના હવાઈ હુમલામાં મોત થયું હતું. ઈઝરાયેલના હવાઈ હુમલાને કારણે હિઝબુલ્લાહની કમર ભાંગી ગઈ છે. હિઝબુલ્લાહના સમર્થક ઈરાને કહ્યું છે કે આ આતંકવાદી સંગઠન ઈઝરાયેલ સાથે એકલા હાથે મુકાબલો કરી શકે તેમ નથી.

Israel-Hezbollah War : Israeli airstrike kills top Hezbollah Commander Ibrahim Qubaisi in Beirut

Israel-Hezbollah War : Israeli airstrike kills top Hezbollah Commander Ibrahim Qubaisi in Beirut

 News Continuous Bureau | Mumbai

Israel-Hezbollah War : મધ્ય પૂર્વમાં તણાવ દિવસેને દિવસે વધી રહ્યો છે. ગાઝામાં હમાસના લક્ષ્યો પર ભીષણ બોમ્બમારો વચ્ચે, ઇઝરાયેલે હવે લેબનોનમાં હિઝબુલ્લાહના લક્ષ્યો પર વિનાશક હુમલાઓ કરવાનું શરૂ કર્યું છે. હવે ઈઝરાયેલે હિઝબુલ્લાહના મિસાઈલ કમાન્ડર ‘ઈબ્રાહિમ કુબૈસી’ને પણ મારી નાખ્યો છે. કોબેસીના મૃત્યુને હિઝબુલ્લાહ માટે મોટો ફટકો માનવામાં આવે છે.  જણાવી દઈએ કે ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએચેતવણી આપતા કહ્યું છે કે અમે હિઝબુલ્લાહ પર હુમલો કરવાનું ચાલુ રાખીશું અને મિસાઈલ ધરાવતા તમામ ઘરોને નષ્ટ કરી દઈશું.

Join Our WhatsApp Community

Israel-Hezbollah War : ઈબ્રાહિમ કુબૈસી માર્યો ગયો 

મીડિયા અહેવાલો અનુસાર, મંગળવારે (24 સપ્ટેમ્બર, 2024) ઇઝરાયેલે બેરૂતના દહિયાહ વિસ્તારમાં હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં હિઝબુલ્લાહનો રોકેટ અને મિસાઈલ નિષ્ણાત ઈબ્રાહિમ કુબૈસી માર્યો ગયો હતો. કુબૈસી હિઝબુલ્લાહના રોકેટ યુનિટમાં અગ્રણી વ્યક્તિ હતા અને ઇઝરાયેલમાં અનેક હુમલાઓ માટે જવાબદાર હતા.

Israel-Hezbollah War : હિઝબુલ્લાએ મિસાઈલ કમાન્ડર ‘ઈબ્રાહિમ કુબૈસી’ના મૃત્યુની પૃષ્ટિ કરી

ઇઝરાયેલી સૈન્યએ દાવો કર્યો હતો કે હુમલા સમયે કોબેસીની સાથે અન્ય કેટલાક અગ્રણી હિઝબુલ્લા કમાન્ડરો હાજર હતા. જો કે, અધિકારીઓએ જણાવ્યું નથી કે અન્ય કોઈ માર્યા ગયા છે કે ઘાયલ થયા છે. બીજી તરફ હિઝબુલ્લાએ કુબૈસીના મૃત્યુનો સ્વીકાર કર્યો અને તેને જેરુસલેમ માટે શહીદ ગણાવ્યો. હિઝબુલ્લાહ આ શબ્દનો ઉપયોગ ઇઝરાયેલી દળો દ્વારા માર્યા ગયેલા લડવૈયાઓ માટે કરે છે. તમને જણાવી દઈએ કે લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે માહિતી આપી છે કે સોમવારથી દેશમાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં મૃત્યુઆંક વધીને 558 થઈ ગયો છે. આ દરમિયાન 1835 લોકો ઘાયલ પણ થયા છે.

આ સમાચાર પણ વાંચો :  Israel Lebanon Conflict : લેબનોનનો પ્રખ્યાત પત્રકાર કરી રહ્યો હતો લાઈવ ટેલિકાસ્ટ, અચાનક થયો વિસ્ફોટ; જુઓ વિડીયો

Israel-Hezbollah War : કુબાસી કેટલો ખતરનાક હતો?

હિઝબોલ્લાહ મિસાઇલ કમાન્ડર ઇબ્રાહિમ કુબૈસી દાયકાઓ સુધી હિઝબોલ્લાહની મિસાઇલ ક્ષમતાઓમાં કેન્દ્રીય વ્યક્તિ હતા. કુબૈસી 1980ના દાયકામાં હિઝબુલ્લામાં જોડાયો હતો. તેમણે ઘણા મિસાઈલ યુનિટને કમાન્ડ કર્યા, ખાસ કરીને ચોક્સાઈ-ગાઈડેડ મિસાઈલ પ્રોગ્રામ. તે ઇઝરાયેલ સામે હિઝબુલ્લાહની લશ્કરી વ્યૂહરચનામાં સક્રિયપણે સામેલ હતો અને વરિષ્ઠ લશ્કરી નેતાઓ સાથે ગાઢ સંબંધો ધરાવતા હતા.

મહત્વનું છે કે ઈઝરાયેલ છેલ્લા એક અઠવાડિયાથી હિઝબુલ્લાહ પર હુમલા કરી રહ્યું છે. ઇઝરાયેલ લેબનોનની અંદર હિઝબુલ્લાહના સ્થાનોને નિશાન બનાવી રહ્યું છે. 

Trump: ટ્રમ્પ-જિનપિંગની ઐતિહાસિક ડીલ! US એ ટેરિફ ઘટાડ્યો, બદલામાં ચીન ‘રેર અર્થ’ મેટલ આપશે અને સોયાબીન પણ ખરીદશે.
US Work Permit: યુએસએ ફરી આપ્યો આંચકો, પ્રવાસીઓના વર્ક પરમિટને લઈને કર્યો આવો ફેરફાર, ભારતીયો પર પણ થશે અસર
Trump Jinping visit: ટ્રમ્પની જિનપિંગ સાથે મુલાકાત: યુએસ-ચીનનો ગતિરોધ થશે ખતમ? ટેરિફ, ટ્રેડ ડીલ પર બનશે વાત? ટ્રમ્પે શું કહ્યું?
Donald Trump: મોદીની નીતિ સફળ: ‘હેકડી’ છોડીને ટ્રમ્પ નો યુ-ટર્ન, ભારત સાથે વેપાર સમજૂતી માટે અમેરિકા તૈયાર, PM મોદી માટે આપ્યું મોટું નિવેદન.
Exit mobile version