Site icon News Continuous Bureau | Mumbai

Israel Lebanon Conflict : લેબનોનનો પ્રખ્યાત પત્રકાર કરી રહ્યો હતો લાઈવ ટેલિકાસ્ટ, અચાનક થયો વિસ્ફોટ; જુઓ વિડીયો

Israel Lebanon Conflict : ઈઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચે સંઘર્ષ વધી ગયો છે. આ સંઘર્ષને જોતા, એવું માની શકાય છે કે ઇઝરાયેલ હવે બે મોરચે યુદ્ધ લડી રહ્યું છે. ઇઝરાયેલે સોમવારે દક્ષિણ લેબનોનમાં જોરદાર હુમલો કર્યો હતો. આ હુમલામાં 500 લેબનીઝ માર્યા ગયા હતા. .

Israel Lebanon Conflict Israeli airstrike injures Lebanese journalist during live broadcast

Israel Lebanon Conflict Israeli airstrike injures Lebanese journalist during live broadcast

 News Continuous Bureau | Mumbai

Israel Lebanon Conflict :લેબનોનમાં હિઝબુલ્લાહના ટાર્ગેટ પર ઈઝરાયેલના હવાઈ હુમલાઓ બંધ થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. હવે લેબનોનના નાગરિકો તેમજ ત્યાંના પત્રકારો તેના પરિણામો ભોગવી રહ્યા છે. સોમવારે, બેકા ખીણમાં જીવંત પ્રસારણ દરમિયાન ઇઝરાયેલના હવાઈ હુમલામાં લેબનીઝ પત્રકાર ઘાયલ થયો હતો. મિરાયા ઇન્ટરનેશનલ નેટવર્કના એડિટર-ઇન-ચીફ ફાદી બૌદિયા સ્થાનિક મીડિયા હાઉસ સાથે ઇન્ટરવ્યુની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેમની પાછળ એક વિસ્ફોટ થયો. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વિડિયો જુઓ

Join Our WhatsApp Channel

 

 

Israel Lebanon Conflict :ઈન્ટવ્યૂ દરમિયાન થયો હુમલો 

 31 સેકન્ડના વીડિયોમાં જોઈ શકાય છે કે રિપોર્ટર ચેનલને ઇન્ટરવ્યુ આપવા માટે તૈયાર થઈ રહ્યો હતો અને તેણે બોલવાનું શરૂ કર્યું કે ઈઝરાયેલના હુમલામાં તેની પાછળની દિવાલ ધ્વસ્ત થઈ ગઈ. આ પછી ત્યાં અંધકાર છવાય જાય છે. હુમલા દરમિયાન પત્રકારની ચીસો પણ સંભળાય છે.

Israel Lebanon Conflict :1300થી વધુ લોકો ઘાયલ

લેબનીઝ આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, સોમવારે ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલ હવાઇ હુમલો ઇઝરાયેલ-પેલેસ્ટાઇન સંઘર્ષની શરૂઆત પછીનો સૌથી મોટો હુમલો હતો. આ હુમલામાં અત્યાર સુધીમાં લગભગ 585 લોકો માર્યા ગયા છે અને 1300થી વધુ લોકો ઘાયલ થયા છે. 23 સપ્ટેમ્બરે થયેલા હવાઈ હુમલામાં માર્યા ગયેલા લોકોમાં 50 બાળકો અને 94 મહિલાઓનો સમાવેશ થાય છે, જેમાંથી ઘણાની ઓળખ હજુ થઈ નથી.

Israel Lebanon Conflict :લેબનોનના રહેવાસીઓને મળી ચેતવણી 

2006માં ઇઝરાયેલ-હિઝબુલ્લાહ યુદ્ધ બાદ આ સૌથી ખરાબ હુમલો છે. ઇઝરાયેલી સેનાએ હિઝબુલ્લાહ સામેના મોટા હવાઈ હુમલાના ભાગરૂપે દક્ષિણ અને પૂર્વી લેબનોનના રહેવાસીઓને સ્થળાંતર કરવાની ચેતવણી આપી હતી. હજારો લેબનીઝ નાગરિકોએ દક્ષિણ તરફ ભાગવાનું શરૂ કર્યું અને દક્ષિણ બંદર શહેર સિડોનમાંથી પસાર થતો મુખ્ય હાઇવે બેરૂત તરફ જતી કારથી ભરાઈ ગયો. 2006 પછી આ સૌથી મોટું સ્થળાંતર હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

India Ready to Help End Ukraine Russia War વૈશ્વિક મંચ પર ભારતની મોટી પહેલ એસ. જયશંકરે કહ્યું યુક્રેનરશિયા યુદ્ધ પૂરું કરાવવા માટે ભારત તૈયાર
India US BTA Trade Terms વૈશ્વિક વેપારમાં ભારતનું કડક વલણ વિયેતનામચીન કરતા સારા ટેરિફ બેનિફિટ મળશે તો જ આગળ વધશે દ્વિપક્ષીય કરાર
US Donald Trump Dollar Coin Controversy અમેરિકા એ જારી કર્યો ડોનાલ્ડ ટ્રમ્પની તસવીરવાળો 1 ડોલરનો સિક્કો, મચી ગયો ભારે હોબાળો; જાણો કારણ?
India Belgium MoU Deal દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈ ભારત અને બેલ્જિયમ વચ્ચે મોટી ડીલ પર હસ્તાક્ષર, પીએમ મોદીનું મોટું નિવેદન
Exit mobile version