Site icon

Israel Iran War :ઈરાને કબૂલ્યું- ઈઝરાયેલના હુમલામાં અમારા આટલા સૈનિકો માર્યા ગયા, આઈડીએફનો દાવો – એર ડિફેન્સ સિસ્ટમને કરી તબાહ… જુઓ વિડીયો..

Israel Iran War : IDFના પ્રવક્તા ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે, "આ હુમલાઓ વચ્ચે ઈઝરાયેલ હાઈ એલર્ટ પર છે. અમે અમારા નાગરિકોની સુરક્ષા માટે દરેક જરૂરી પગલાં લઈશું." તેમણે કહ્યું કે હજુ સુધી લોકો પર કોઈ નિયંત્રણો લાદવામાં આવ્યા નથી. જો કે તેમને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે.

Israel Iran War 2 Soldiers Killed In Israeli Air Strikes, Says Iran

Israel Iran War 2 Soldiers Killed In Israeli Air Strikes, Says Iran

 News Continuous Bureau | Mumbai

Israel Iran War : ઈઝરાયેલે આજે સવારે ઈરાન પર હુમલો કર્યો હતો. ઈઝરાયેલે આ હુમલામાં ઈરાનના સૈન્ય મથકોને નિશાન બનાવ્યા છે. આ હુમલા બાદ ઈઝરાયેલે એક નિવેદન પણ જાહેર કર્યું છે. ઈઝરાયેલે કહ્યું છે કે ઈરાન અને તેના સહયોગી દેશો દ્વારા તેમના પર છેલ્લા કેટલાક સમયથી સતત હુમલા થઈ રહ્યા છે. અમે હવે વળતો પ્રહાર કર્યો છે. અમે અમારા લોકો અને દેશને બચાવવા માટે કંઈ પણ કરીશું. આ હુમલાની માહિતી અમેરિકાને આપવામાં આવી હતી. યુએસએ આના પર સતત નજર રાખી રહ્યું છે. ઈઝરાયેલે ઈરાનના તે ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે જ્યાંથી તે ઈઝરાયેલ પર હુમલો કરી રહ્યું છે.

Join Our WhatsApp Community

Israel Iran War : ઈઝરાયેલને જવાબ આપવાનો અધિકાર

આ હુમલા અંગે IDFના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ કહ્યું કે, ઈરાનના હુમલાના જવાબમાં ઈઝરાયેલ તેમના સૈન્ય મથક પર હુમલો કરી રહ્યું છે. ઈરાન અને આ ક્ષેત્રમાં તેના સહયોગી દેશો 7 ઓક્ટોબર, 2023થી સતત ઈઝરાયેલ પર સાત મોરચે હુમલો કરી રહ્યા છે. ઈઝરાયેલને જવાબ આપવાનો અધિકાર છે. અમે ઇઝરાયેલ અને અમારા લોકોના રક્ષણ માટે જે જરૂરી હશે તે કરીશું.

Israel Iran War : ઈઝરાયેલના હુમલામાં બે સૈનિકો માર્યા ગયા

મહત્વનું છે કે ઈરાન જે અત્યાર સુધી ઈઝરાયેલના હુમલાથી કોઈ મોટું નુકસાન નકારી રહ્યું હતું તેણે હવે મોટી કબૂલાત કરી છે. ઈરાનની સેનાએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે સૈન્ય મથકો પર ઈઝરાયેલના હુમલામાં તેના બે સૈનિકો માર્યા ગયા છે. જો કે ઈરાને બે સૈનિકોની ઓળખ જાહેર કરી નથી. જણાવી દઈએ કે ઈઝરાયેલનો દાવો છે કે તેની એરફોર્સે ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરી દીધી છે.

આ સમાચાર પણ વાંચો : Israel Iran War : આખરે ઈઝરાયલે બદલો લીધો, ઈરાને પણ આપ્યો જવાબ; જુઓ વિડીયો..

Israel Iran War : તહેરાનને આપી આ ચેતવણી

ઈરાની સેનાના જણાવ્યા અનુસાર ઈઝરાયેલના હવાઈ હુમલામાં બે સૈનિકોના મોત થયા છે. અગાઉ, ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ ઈરાનમાં કેટલાક સૈન્ય લક્ષ્યો પર ‘ચોક્કસ અને લક્ષ્યાંકિત હુમલાઓ’ સફળતાપૂર્વક પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી. આ સાથે તહેરાનને ચેતવણી આપવામાં આવી હતી કે જો તે તણાવ વધારવાની ભૂલ કરશે તો તેની સામે જવાબી કાર્યવાહી કરવામાં આવશે.

Donald Trump: નવા યુદ્ધનો ભય? ટ્રમ્પે પુતિનને આપી સીધી ચેતવણી; ભારતની વિદેશ નીતિ સામે સૌથી મોટો પડકાર!
Afghanistan: ભારત પછી હવે આ દેશ પણ પાકિસ્તાનનું પાણી રોકશે? કુનાર નદી પર બંધ બનાવવાની તૈયારીઓ શરૂ
Peru: પેરૂમાં રાજકીય સંકટ: નવા રાષ્ટ્રપતિ સામે ઉગ્ર વિરોધ, હિંસા ફાટી નીકળતાં એક વ્યક્તિનું મોત અને આટલા થયા ઘાયલ
Shahbaz Sharif: પાકિસ્તાનની બેવડી નીતિ: તાલિબાનના હુમલાથી ગભરાઈને ભારત પર દોષ ઢોળ્યો, પણ શાંતિ વાટાઘાટોની લગાવી ગુહાર
Exit mobile version