News Continuous Bureau | Mumbai
Israel Iran War: ઈઝરાયેલે આખરે 25 દિવસ બાદ ઈરાનના હુમલાનો જવાબ આપ્યો છે. ઈઝરાયેલે ઈરાનના અનેક શહેરો પર રોકેટ છોડ્યા છે. ઈઝરાયેલ સેનાએ ઈરાનના સૈન્ય મથકોને નિશાન બનાવ્યા છે. ઈરાન ઉપરાંત સીરિયા અને ઈરાકને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. ઈઝરાયેલના હુમલાની માહિતી અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનને પણ આપવામાં આવી છે. હાલમાં ત્રણેય દેશોએ પેસેન્જર એરક્રાફ્ટ માટે તેમની એર સ્પેસ બંધ કરી દીધી છે.
Israel Iran War: ઈઝરાયેલે ઈરાનમાં સૈન્ય લક્ષ્યો પર સચોટ હુમલા કર્યા
હુમલા બાદ ઈઝરાયેલની સેનાએ ઈરાનને ધમકી આપી છે અને કહ્યું છે કે જો ઈરાન હવે પ્રતિક્રિયા આપવાની કોશિશ કરશે તો અમે દરેક રીતે તૈયાર છીએ. IDFના પ્રવક્તાએ કહ્યું, ‘ઈરાન મહિનાઓથી ઈઝરાયેલ વિરુદ્ધ વારંવાર હુમલા કરી રહ્યું હતું. તેના જવાબમાં ઈઝરાયેલે ઈરાનમાં સૈન્ય લક્ષ્યો પર સચોટ હુમલા કર્યા છે. વિશ્વના દરેક સાર્વભૌમ દેશની જેમ, ઇઝરાયેલને પણ જવાબ આપવાનો અધિકાર છે. અમારી રક્ષણાત્મક અને આક્રમક ક્ષમતાઓ સંપૂર્ણ રીતે કાર્યરત છે. અમે ઇઝરાયલ અને ઇઝરાયલી લોકોની સુરક્ષા માટે જે પણ જરૂરી હશે તે કરીશું.
“I can now confirm that we have concluded the Israeli response to Iran’s attacks against Israel. We conducted targeted and precise strikes on military targets in Iran — thwarting immediate threats to the State of Israel.”
Watch IDF Spokesperson RAdm. Daniel Hagari talk about the… pic.twitter.com/1OOss3etpV
— Israel Defense Forces (@IDF) October 26, 2024
Israel Iran War: ઈઝરાયેલના હુમલા ત્રણ તબક્કામાં
ઈઝરાયેલના મીડિયા અનુસાર ઈરાન વિરુદ્ધ ઈઝરાયેલના હુમલા ત્રણ તબક્કામાં કરવામાં આવ્યા હતા. પહેલા તબક્કામાં ઈરાની એર ડિફેન્સ સિસ્ટમને નિશાન બનાવવામાં આવી હતી. બીજા અને ત્રીજા તબક્કામાં મિસાઈલ અને ડ્રોન બેઝ અને ઉત્પાદન કેન્દ્રોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
This is not Tel Aviv
This is not Haifa
This is not SafedThis is Tehran, Iran .
Israel can go to any extent to protect its people.
It would be wise not to underestimate them. pic.twitter.com/SxLkyXRupq— Sangita Singh🎗️ (@Sangitajadon95) October 25, 2024
Israel Iran War: ઈરાન ને ચેતવણી
ઈરાનની સમાચાર એજન્સી તસ્નીમે અહેવાલ આપ્યો છે કે ઈરાને ઈઝરાયેલને લશ્કરી કાર્યવાહી માટે તૈયાર રહેવા કહ્યું છે. ઈરાને કહ્યું છે કે ઈઝરાયેલને સમાન કાર્યવાહીનો સામનો કરવો પડશે તેમાં કોઈ શંકા નથી. આના પર IDFના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ એક નિવેદનમાં ચેતવણી આપી છે કે જો ઈરાન તેને આગળ લઈ જવાનો પ્રયાસ કરશે તો તે મોટી ભૂલ સાબિત થશે.
આ સમાચાર પણ વાંચો : Israel Iran War: ઈઝરાયેલે ઈરાન પર કર્યો વળતો હુમલો, આ લશ્કરી મથકો પર બોમ્બમારો; જુઓ વિડીયો
Israel Iran War: ઈઝરાયેલ શા માટે કરી રહ્યો છે હુમલા
આ હુમલો એવા સમયે થયો છે જ્યારે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન મધ્ય પૂર્વમાં સમજૂતી અને શાંતિના ઉદ્દેશ્ય સાથે ઈઝરાયેલ પહોંચ્યા છે. ઈઝરાયેલે આજે સવારે સીરિયા પર પણ બોમ્બમારો કર્યો હતો, જેના વિસ્ફોટો દમાસ્કસમાં સંભળાયા હતા. ઈઝરાયેલ સપ્ટેમ્બરના અંતથી સીરિયા અને લેબેનોન વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યું છે. તેના કહેવા પ્રમાણે, તે હિઝબુલ્લાહના આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરવા માટે આવું કરી રહ્યો છે.
⚡🚨Breaking: Violent explosions in Iran
First pictures of
Israel’s attack has begun and at this stage it is attacking several locations in Tehran with missiles, the second largest oil field in Iran has also been bombed and the Khomeini airport. pic.twitter.com/ZxFTDrLSsL
— tzachi dado צחי דדו 🎗️ (@UsBnnxVURfS4lPJ) October 25, 2024
તમને જણાવી દઈએ કે પશ્ચિમ એશિયામાં ઈરાન સમર્થિત ઉગ્રવાદી જૂથો – ગાઝામાં હમાસ અને લેબનોનમાં હિઝબુલ્લાહ – ઈઝરાયેલ સાથે પહેલેથી જ યુદ્ધમાં છે. નોંધનીય છે કે ઈરાન પહેલા જ કહી ચૂક્યું છે કે જો તેના પર હુમલો થશે તો તે ચૂપ નહીં રહે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)