News Continuous Bureau | Mumbai
Israel Lebanon war : લેબનોનમાં છેલ્લા 14 મહિનાથી ચાલી રહેલું યુદ્ધ હવે સમાપ્ત થશે. ઇઝરાયેલ હિઝબુલ્લા સાથે યુદ્ધવિરામ માટે સંમત છે. આ ડીલ બાદ ઇઝરાયલી સૈનિકો 60 દિવસની અંદર લેબનોનમાંથી હટી જશે. મતલબ કે હવે લેબનોનના બાળકો તેમના દિવસની શરૂઆત બોમ્બ વિસ્ફોટોથી નહીં, પરંતુ પક્ષીઓના કિલકિલાટથી કરશે. હવે લોકો ત્યાં શાંતિથી સૂઈ શકશે.
Israel Lebanon war : ઇઝરાયેલ – હિઝબુલ્લાહ યુદ્ધવિરામ કરારને મંજૂરી
મિડલ ઇસ્ટમાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલ ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે સંઘર્ષ અંત તરફ આગળ વધી રહ્યો છે. ઇઝરાયેલની સુરક્ષા કેબિનેટે ઇરાન સમર્થિત હિઝબુલ્લાહ સાથે યુદ્ધવિરામ કરારને મંજૂરી આપી છે. એટલે કે લેબનોનમાં મહિનાઓ સુધી ચાલેલી હિંસાનો અંત લાવવાનો માર્ગ મોકળો થયો છે.
Prime Minister of Israel tweets, “Prime Minister Benjamin Netanyahu spoke this evening with US President Joe Biden and thanked him for the US involvement in achieving the ceasefire agreement in Lebanon and for the understanding that Israel maintains freedom of action in enforcing… pic.twitter.com/6wo3Dm3Lo7
— ANI (@ANI) November 26, 2024
ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ અમેરિકા અને ફ્રાન્સ દ્વારા મધ્યસ્થી કરાયા બાદ યુદ્ધવિરામ માટે સંમત થયા છે. આ પછી ઇઝરાયલી સૈનિકો દક્ષિણ લેબનોનથી પરત ફરશે. લેબનીઝ સૈન્ય આ વિસ્તારમાં 5,000 સૈનિકો તૈનાત કરશે, જ્યારે હિઝબુલ્લાહ લિતાની નદીની દક્ષિણમાં તેની સશસ્ત્ર હાજરી સમાપ્ત કરશે.
નેતન્યાહુનો સંદેશ
ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધવિરામની ઘોષણા કર્યા પછી દેશને સંબોધિત કર્યો, “સમજૂતી અમલમાં રહેશે, પરંતુ કોઈપણ ઉલ્લંઘનનો સખત જવાબ આપવામાં આવશે,” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઇઝરાયેલ તેના તમામ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ છે. જેમાં ગાઝા તરફથી ખતરાનો અંત અને બંધકોની સુરક્ષિત પરત આવવાનો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો: Russia Ukraine war : યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયાએ બ્રિટિશ રાજદૂતને દેશમાંથી હાંકી કાઢ્યા, આ આરોપમાં કરવામાં આવી કાર્યવાહી..
તેમણે સુરક્ષા દળોની બહાદુરીની પ્રશંસા કરી અને તેને યુદ્ધમાં મોટી સફળતા ગણાવી. જોકે, યુદ્ધવિરામ પહેલા પણ ઈઝરાયેલે લેબનોન પર જોરશોરથી હુમલો કરવાનું ચાલુ રાખ્યું હતું. તેઓએ બેરૂતમાં એક બિલ્ડિંગ પર હવાઈ હુમલો કર્યો, જેમાં 29 લોકો માર્યા ગયા.
અમેરિકાએ મદદનો હાથ લંબાવ્યો
ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલ અને લેબનોન વચ્ચેના યુદ્ધમાં લેબનોનમાં અત્યાર સુધીમાં લગભગ 3,800 લોકો માર્યા ગયા છે અને 16,000થી વધુ ઘાયલ થયા છે. ઇઝરાયેલના હુમલાથી લેબનોનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખરાબ રીતે નુકસાન થયું હતું. જોકે અમેરિકાએ મદદ કરવાનું કહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને આ સમજૂતીને મધ્ય પૂર્વ માટે સકારાત્મક પગલું ગણાવ્યું છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પણ આ નિર્ણયની પ્રશંસા કરી છે.