News Continuous Bureau | Mumbai
Israel Palestine War: ઈઝરાયેલ અને હમાસ (Israel Hamas War) વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ગાઝા (Gaza) પટ્ટી હવે સંપૂર્ણ અંધકારમય બની છે. ગાઝાના ઉર્જા મંત્રાલયે ( Ministry of Power ) બુધવારે જણાવ્યું હતું કે, તેના એકમાત્ર પાવર પ્લાન્ટમાં ( power plant ) ફયુલ સમાપ્ત થઈ ગયું છે. ઈઝરાયેલની નાકાબંધીને કારણે પુરવઠાના અભાવે પ્લાન્ટ બંધ થઈ ગયો હતો. હાલમાં આ વિસ્તારમાં વીજળી આપવા માટે માત્ર જનરેટરનો જ સહારો છે. જો કે, જનરેટર માટે ઇંધણ કેટલા સમય ચાલશે એ પણ કઈ કહી શકાય તેમ નથી. આવી સ્થિતિમાં ગાઝામાં વીજળીનું સંકટ ગંભીર સમસ્યા બની ગયું છે.
હમાસે કરેલા હવાઈ હુમલા બાદ જવાબી કાર્યવાહીમાં ઈઝરાયેલે ગાઝામાં ખાદ્યપદાર્થો, ઈંધણ અને અન્ય સામાનના સપ્લાય પર પણ નિયંત્રણો લાદ્યા હતા. ઇઝરાયેલના પગલાથી 2.3 મિલિયનની વસ્તી ધરાવતા ગાઝામાં કાર્યરત યુનાઇટેડ નેશન્સ અને સહાય જૂથોમાં ચિંતા વધી છે.
ગાઝા પટ્ટીમાં બેઝીક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ( infrastructure ) તેમજ તબીબી સુવિધાઓની પણ અછત…
ગાઝા પટ્ટીની આવી આર્થિક સ્થિતિના કારણે અહી ભોજન અને દવા જેવા પ્રાથમિક સામાનની પણ અછત જોવા મળે છે. ઓગસ્ટમાં યુનાઈટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી અનુસાર, અહીં દર પાંચમાંથી ત્રણ લોકો ખાદ્ય અસુરક્ષાથી પીડાઈ છે, જેના કારણે તેમને ન તો પૂરતો ખોરાક મળી રહ્યો છે અને ન તો તેઓ સ્વસ્થ જીવન જીવવા માટે સક્ષમ છે.
આ સમાચાર પણ વાંચો : Sugar export: ખાંડની નિકાસ પર લાગી શકે છે પ્રતિબંધ? આ કારણોસર સરકાર લઈ શકે છે મોટો નિર્ણય
ગાઝામાં શાસિત ચરમપંથી સમૂહ હમાસે શનિવારે ઇઝરાયેલ પર અચાનક ભીષણ હુમલા કર્યા, ત્યાર બાદ ઇઝરાયેલે પણ ગાઝામાં હવાઇ હુમલા કર્યા હતા. સાથે જ ઇઝરાયેલ ગાઝામાં ભોજન, ઇંધણ અને અન્ય સામાનનો પુરવઠ્ઠા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. હજી પણ ગાઝામાં કામ કરી રહેલા ડોક્ટર્સ વિધાઉટ બોર્ડ્સ ક્ષેત્રમાં પહેલાથી જ હાજર આપૂર્તિ પર નિર્ભર છે કારણ કે નાકાબંધીના કારણે નવો પુરવઠ્ઠો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
ગાઝા પટ્ટીમાં બેઝીક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ તબીબી સુવિધાઓની પણ અછત છે. અહીના લોકો વારંવાર બીમાર પડતા હોવા છતાં પણ તેમની પાસે યોગ્ય તબીબી સુવિધાઓ નથી. એમાં પણ જો કોઈ ગંભીર બીમારી આવે તો એની સારવાર અહી શક્ય જ નથી. સારવાર માટે એકમાત્ર ઉપાય બીજા દેશમાં સારવાર અર્થે જવાનો છે. પરંતુ અહીના લોકો એ માટે ખર્ચ કરવા પણ સક્ષમ નથી.