News Continuous Bureau | Mumbai
Israel Palestine War: ઈઝરાયલ અને પેલેસ્ટાઈનમાં આતંકવાદી સંગઠન હમાસ ( Hamas ) વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં 22 અમેરિકન નાગરિકો( US Citizen ) માર્યા ગયા છે. ઉપરાંત, હમાસે જે 150 લોકોને બંધક બનાવ્યા છે તેમાં અમેરિકન ( USA ) નાગરિકોનો પણ સમાવેશ થાય છે. અમેરિકી વિદેશ મંત્રી એન્થોની બ્લિંકને ( antony blinken ) ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે.
ઇઝરાયલ પર આતંકવાદી હુમલાઓ ભયાનક છે અને આખી દુનિયાએ તે જોયું છે. તેની સામે પગલાં લેવા જોઈએ. અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. હમાસના હુમલામાં અત્યાર સુધીમાં 22 અમેરિકન નાગરિકો માર્યા ગયા છે. ઉપરાંત, તેમની કસ્ટડીમાં અમેરિકન નાગરિકોનો પણ સમાવેશ થાય છે, એમ એન્ટની બ્લિંકને ટ્વિટ કર્યું કરીને માહિતી આપી હતી. આ દરમિયાન અમેરિકન નાગરિકોની હત્યા બાદ રાષ્ટ્રપતિ જો બિડેને ( joe biden ) પોતાનો આક્રોશ વ્યક્ત કરતા હમાસને જડમૂળથી ઉખેડી નાખવા માટે મોટું પગલું ભર્યું છે. બિડેને ઇઝરાયેલને સૈન્ય ( Military ) સહાય વધારવાનો નિર્ણય કર્યો છે.
We stand with Israel. pic.twitter.com/W6MS8pf2EX
— Joe Biden (@JoeBiden) October 11, 2023
બિડેને ઈરાનને ( Iran ) ચેતવણી આપી…
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ ( Benjamin Netanyahu ) સાથે ફોન પર વાતચીત કરી હતી. આ પછી પત્રકાર પરિષદમાં બોલતા તેમણે કહ્યું કે અમે ઈઝરાયેલને મહત્તમ મદદ કરવા તૈયાર છીએ. “અમે નેતન્યાહુને સ્પષ્ટ કરી દીધું છે કે અમારી સરકાર ઇઝરાયેલના લોકોને તેઓની જરૂરિયાત પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે,” બિડેને જણાવ્યું હતું.
US Secretary of State Antony Blinken tweets, “The terrorist attacks against Israel are appalling, and the world should be revolted at what it’s seen. As we continue to closely monitor the situation, we sadly now know that at least 22 US citizens were killed & US citizens are… pic.twitter.com/oKcgwm7Yl7
— ANI (@ANI) October 12, 2023
આ સમાચાર પણ વાંચો : Vibrant Gujarat Global Summit: ગુજરાતના મુખ્યમંત્રીના મુંબઈ રોડ શોને કારણે રાજકારણ ગરમાયું, વિપક્ષે શિંદે સરકાર પર સાધ્યું નિશાન.. જાણો શું છે આ સમગ્ર પ્રકરણ.. વાંચો વિગ
બાયડેને વધુમાં કહ્યું હતું કે ઈઝરાયેલ સરકાર દેશને એક કરવા માટે પોતાની તમામ તાકત લગાવીને બધા પગલા ભરી રહી છે અને યુનાઈટેડ સ્ટેટ્સ પણ ઈઝરાયેલની સફળતા સુનિશ્ચિત કરવા માટે પોતાની તાકાત લગાવીને શક્ય તેટલી મદદ કરી રહી છે. રાષ્ટ્રપતિએ હમાસના હુમલાને અત્યંત ક્રૂર (extremely cruel) ગણાવતા કહ્યું હતું કે હોલોકેસ્ટ બાદ યહૂદીઓ માટે આ સૌથી ઘાતક દિવસ હતો. મીડિયા રિપોર્ટસ (media reports) અનુસાર ઈરાની નેતાઓ હમાસ દ્વારા ઈઝરાયેલ પર કરવામાં આવેલા હુમલાથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વ્હાઈટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના જણાવ્યા અનુસાર ઈરાન પણ હુમલામાં સામેલ છે કારણ કે તે દાયકાઓથી હમાસને (Iran supported Hamas) સમર્થન આપી રહ્યું છે.