Site icon

PM Modi Israel Defense Deal 2026: બ્રહ્મોસથી પણ ચાર ડગલાં આગળ! ઈઝરાયેલનું ગુપ્ત હથિયાર ‘ગોલ્ડન હોરાઈઝન’ ભારતીય સેનામાં થશે સામેલ; જાણો તેની ઘાતક તાકાત

PM Modi Israel Defense Deal 2026: પીએમ મોદીના ઈઝરાયેલ પ્રવાસ દરમિયાન ઐતિહાસિક ડિફેન્સ ડીલ; ૧૦૦૦ થી ૨૦૦૦ કિમીની રેન્જ ધરાવતી આ મિસાઈલ દુશ્મનના ઊંડા બંકરોને તોડવામાં સક્ષમ.

Israel to Provide India with ‘Golden Horizon’ The Secret Weapon More Lethal Than Brahmos; Strategic Defense Deal During PM Modi’s Visit.

Israel to Provide India with ‘Golden Horizon’ The Secret Weapon More Lethal Than Brahmos; Strategic Defense Deal During PM Modi’s Visit.

News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈઝરાયેલ યાત્રા ભારતની સૈન્ય શક્તિમાં અભૂતપૂર્વ વધારો કરવા જઈ રહી છે. ઈઝરાયેલે પોતાનું અત્યંત શક્તિશાળી અને અત્યાર સુધી ગુપ્ત રાખેલું હથિયાર ‘ગોલ્ડન હોરાઈઝન’ (Golden Horizon) ભારતને આપવાનો નિર્ણય કર્યો છે. દુનિયાના અનેક દેશો આ હથિયારની માંગ કરી રહ્યા હતા, પરંતુ ઈઝરાયેલે માત્ર ભારત પર વિશ્વાસ મૂકીને આ ટેકનોલોજી આપવાની તૈયારી દર્શાવી છે.‘ગોલ્ડન હોરાઈઝન’ એક એર-લોન્ચ્ડ બેલેસ્ટિક મિસાઈલ છે, જેને ભારતીય વાયુસેનાના સુખોઈ SU-30 MKI જેવા ફાઈટર જેટ્સ પરથી લોન્ચ કરી શકાય છે. આ મિસાઈલની ગતિ અને રેન્જ તેને વિશ્વની સૌથી ઘાતક મિસાઈલોની હરોળમાં મૂકે છે. ઈઝરાયેલ અને ભારત વચ્ચેની આ મજબૂત ભાગીદારીને કારણે દક્ષિણ એશિયામાં શક્તિ સંતુલન બદલાઈ શકે છે.

Join Our WhatsApp Community

બ્રહ્મોસ કરતા કેમ વધુ ખતરનાક?

ભારતની બ્રહ્મોસ મિસાઈલની ઝડપ અંદાજે ૩ માર્ક (ધ્વનિની ગતિ કરતા ૩ ગણી) છે, જ્યારે ‘ગોલ્ડન હોરાઈઝન’ ટર્મિનલ ફેઝમાં ૫ માર્કથી વધુની ઝડપ પકડી લે છે. આટલી તેજ ગતિને કારણે દુશ્મનની એર ડિફેન્સ સિસ્ટમ માટે તેને હવામાં તોડી પાડવી લગભગ અશક્ય છે. તેની રેન્જ પણ ૧,૦૦૦ થી ૨,૦૦૦ કિલોમીટર સુધીની હોવાનો અંદાજ છે, જે બ્રહ્મોસ (અંદાજે ૮૦૦ કિમી) કરતા ઘણી વધારે છે.

આ સમાચાર પણ વાંચો :  Digital Milestone: વૈશ્વિક મંચ પર પીએમ મોદીનો દબદબો: ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સમાં ટ્રમ્પ અને બાઈડન પણ પાછળ; ૧૦ કરોડના આંકડા સાથે રચ્યો ઇતિહાસ.

ઊંડા બંકરો અને ન્યુક્લિયર પ્લાન્ટ્સ પર સચોટ નિશાન

આ મિસાઈલની ખાસિયત એ છે કે તે જમીનની અંદર બનેલા મજબૂત બંકરો, કિલ્લાઓ અને પરમાણુ મથકોને પણ ભેદવાની ક્ષમતા ધરાવે છે. જ્યાં સામાન્ય ક્રૂઝ મિસાઈલો પહોંચી શકતી નથી, ત્યાં આ બેલેસ્ટિક મિસાઈલ તબાહી મચાવી શકે છે. ભારત માટે આ હથિયાર ચીન અને પાકિસ્તાન સરહદે વ્યૂહાત્મક રીતે ગેમ-ચેન્જર સાબિત થશે.

અન્ય મહત્વપૂર્ણ ડિફેન્સ સિસ્ટમ્સ પર ચર્ચા

પીએમ મોદીના પ્રવાસ દરમિયાન ‘ગોલ્ડન હોરાઈઝન’ ઉપરાંત અન્ય ડિફેન્સ સિસ્ટમ્સ પર પણ કરાર થઈ શકે છે:
આયરન બીમ: લેસર બેઝ્ડ ડિફેન્સ સિસ્ટમ, જેના એક શોટનો ખર્ચ માત્ર ૨ ડોલર છે.
ડેવિડ્સ સ્લિંગ: ૩૦૦ કિમી સુધી મિસાઈલ અને ડ્રોન રોકવાની ક્ષમતા.
સુદર્શન ચક્ર: ભારતની મલ્ટી-લેયર્ડ મિસાઈલ શિલ્ડને મજબૂત કરવા ઈઝરાયેલની મદદ લેવામાં આવશે.

Trump Ban Anthropic AI 2026: ટ્રમ્પ એક્શન મોડમાં! એન્થ્રોપિક AI પર લગાવ્યો મોટો પ્રતિબંધ; જાણો પેન્ટાગોન સાથેના વિવાદની પાછળનું સાચું કારણ..
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પનો પાકિસ્તાનને ટેકો! અફઘાન યુદ્ધ વચ્ચે શહબાઝ શરીફની પીઠ થાબડી; જાણો અમેરિકાના વલણથી કેવી રીતે બદલાશે જંગ
Bolivia Plane Crash: બોલિવિયામાં સેનાનું વિમાન રનવે પરથી લપસી રોડ પર ખાબક્યું: ૧૫ લોકોના મોત; અકસ્માત બાદ હાઈવે પર ચલણી નોટોનો વરસાદ.
Afghanistan-Pakistan War Escalates: પાક.-અફઘાન વચ્ચે આરપારની જંગ: તાલિબાનના ડ્રોન હુમલાથી પાકિસ્તાની લશ્કરી મથકો ધ્રૂજ્યા; ૪૦ સૈનિકોના મોતથી ઇસ્લામાબાદમાં માતમ.
Exit mobile version