News Continuous Bureau | Mumbai
Israel vs Hamas war: ઈઝરાયલ અને હમાસ ( Israel Hamas War ) વચ્ચે જારી યુદ્ધને લગભગ મહિનો પૂરો થવા આવ્યો છે ત્યારે દુનિયાભરમાં આ યુદ્ધના વિરોધમાં દેખાવો થઈ રહ્યા છે. અમેરિકા ( America ) દ્વારા ઈઝરાયલને સમર્થન આપવામાં આવતા અમેરિકામાં પણ જોરદાર વિરોધ થઈ રહ્યો છે. દરમિયાન ગાઝા ( Gaza ) અંગે શાંતિ મંત્રણા કરવા અમેરિકી વિદેશમંત્રી એન્ટી બ્લિંકન ( antony blinken ) તૂર્કી ( turkey ) પહોંચે તે પહેલાં જ રવિવારે પેલેસ્ટાઈનના સમર્થકોએ એક મોટી રેલી યોજીને અમેરિકી સૈનિકોના ( US base in Turkey) નિવાસ ધરાવતા એરપોર્ટ પર જ હુમલો કરી દીધો હતો. આ પહેલા રશિયામાં ( Russia ) પણ એક એરપોર્ટને પેલેસ્ટાઈનના સમર્થકોએ ( Palestine supporters ) ઘેરી લઈને યહૂદીઓની શોધખોળ ચાલુ કરી હતી ભારે ઉત્પાત મચાવ્યો હતો.
Pro-Hamas crowd tries to break into US base in #Turkey
Please release FAFO pic.twitter.com/LvG2JH7InZ
— WernTango (@werntango) November 5, 2023
તૂર્કીયેની પોલીસે મોરચો સંભાળતાં દેખાવકારોને વેરવિખેર કરી નાખવા માટે ટીયરગેસનો મારો ચલાવ્યો અને પાણીનો તોપમારો કરી દેખાવકારોને ભગાડ્યા હતા. તૂર્કીયે ગાઝામાં માનવીય સંકટ બદતર થવાને કારણે ઈઝરાયલની આકરી ટીકા કરી રહ્યું છે અને બીજી તરફ તે પેલેસ્ટાઈનના સમૂહ હમાસના સભ્યોની મેજબાની કરતાં ટુ સ્ટેટ સોલ્યુશનનું સમર્થન કરી રહ્યું છે. ઈઝરાયલ-હમાસ યુદ્ધ શરૂ થયા બાદથી તૂર્કીમાં મોટાપાયે દેખાવો થઈ રહ્યા છે. તૂર્કીએ પણ ઈઝરાયલ સાથેના રાજદ્વારી સંબંધોનો અંત લાવી દીધો છે.
ICYMI: Pro-Palestine protesters try to breach perimeter of Incirlik Air Base in Turkey.
Incirlik Air Base houses 1,800 US troops.pic.twitter.com/SE1QPqHI2R
— Our Country Our Choice (@OCOCReport) November 5, 2023
આ સમાચાર પણ વાંચો : Haryana: હરિયાણામાં બનશે દુનિયાનું આ સૌથી ખતરનાક હથિયાર.. જાણો શું છે આ હથિયાર..વાંચો વિગતે અહીં..
દેખાવકારોએ આ એરબેઝને બંધ કરવાની માગ કરી…
આ સપ્તાહની શરૂઆતમાં જ એક ઈસ્લામિક તૂર્કીયે સહાયતા એજન્સી – IHH હ્યુમિનિટ્રિયન રિલીફ ફાઉન્ડેશને ગાઝા પર ઈઝરાયલી હુમલા અને ઈઝરાયલના અમેરિકી સમર્થનના વિરોધમાં દક્ષિણ તૂર્કીયેના અદાના પ્રાંતમાં ઈંસર્લિક એરબેઝ પર ભીડ એકઠી કરી હતી. આ એરબેઝનો ઉપયોગ સીરિયા અને ઈરાકમાં ઈસ્લામિક સ્ટેટ સાથે લડનારા આંતરરાષ્ટ્રીય ગઠબંધનને મદદ આપવા માટે થાય છે. તેમાં અમેરિકી સૈનિકો પણ સામેલ હતા. દેખાવકારોએ આ એરબેઝને બંધ કરવાની માગ કરી હતી.