News Continuous Bureau | Mumbai
Israel Strikes in Damascus: ઈઝરાયેલે સીરિયાની રાજધાની દમાસ્કસમાં ઈરાની કોન્સ્યુલેટને ( Iranian Consulate ) નિશાન બનાવીને ઘાતક હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં દૂતાવાસ સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગયું હતું અને તેમાં હાજર તમામ લોકો માર્યા ગયા. તો ઘણા લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે. ઈરાનના સરકારી ટીવી અનુસાર, મૃતકોમાં રિવોલ્યુશનરી ગાર્ડ કમાન્ડર ઝાહિદી પણ સામેલ હતો.
ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર, બ્રિટન સ્થિત વોર મોનિટરિંગ ગ્રુપ સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સનો દાવો છે કે દૂતાવાસ પર ઈઝરાયેલની મિસાઈલોથી હવાઈ હુમલો ( Air strike ) કરવામાં આવ્યો હતો. જેમાં 8 લોકોના મોત થયા છે. આ હુમલામાં ઈરાની એમ્બેસીની ( Iranian Embassy ) ઈમારત સંપુર્ણપણે ધ્વસ્ત થઈ ગયું હતું.
જો કે, દમાસ્કસમાં થયેલા ઘાતક હુમલા અંગે ઈઝરાયેલ ( Israel ) તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે પેલેસ્ટિનિયન સંગઠન હમાસ વિરુદ્ધ ગાઝા યુદ્ધને ( Israel Hamas War ) લઈને ઈઝરાયેલમાં તણાવ વધી રહ્યો છે. તે જ સમયે, ઇઝરાયેલ અને ઇરાનના સહયોગી દેશો વચ્ચે હિંસા વધી છે. આ પહેલા ઈરાન ટીવીએ દાવો કર્યો હતો કે મૃતકોમાં કેટલાક રાજદ્વારીઓ પણ સામેલ છે.
#BREAKING: Israeli Air Strike in Damascus, Syria on the Iranian Consulate kills 8 including Hossein Amir Allah, IRGC Chief of Staff in Syria & Lebanon and General Mohammad Reza Zahedi, Top Quds Force Commander in Syria. Major setback for Iran in Syria. pic.twitter.com/rYGs9pGvLp
— Aditya Raj Kaul (@AdityaRajKaul) April 1, 2024
સીરિયામાં આઠ દિવસમાં દમાસ્કસ પર આ પાંચમો હુમલો હતો..
એએફપીના જણાવ્યા અનુસાર, હુમલા પછી એનેક્સ બિલ્ડિંગ ધરાશાયી થઈ હોવાનું જોવામાં આવ્યું હતું, અને ઈજાગ્રસ્તોને શક્ય તેટલી ઝડપથી સારવાર માટે દમાસ્કસ જિલ્લામાં કટોકટી સેવાઓ મોકલવામાં આવી હતી. કાટમાળ નીચે દટાયેલા લોકોની હાલ શોધખોળ પણ કરવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Air Travel : ફ્લાઇટમાં મુસાફરી કરનારાઓને મળી મોટી રાહત, હવે લાંબી ફ્લાઈટ વિલંબના કિસ્સામાં મુસાફરોએ પ્લેનમાં બેસીને રાહ જોવી પડશે નહીં…
ઈરાનના સરકારી ટીવીએ જણાવ્યું કે મૃતકોમાં ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સની વિદેશી ઓપરેશન શાખા કુદ્સ ફોર્સના વરિષ્ઠ કમાન્ડર બ્રિગેડિયર જનરલ મોહમ્મદ રેઝા ઝાહેદીનો પણ સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, ઝાહેદી યુએસ દ્વારા નિયુક્ત આતંકવાદી સંગઠન ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC-QF) ના કુડ્સ ફોર્સમાં ટોચના અધિકારી હતા. તે સીરિયા અને લેબનોનમાં યુનિટો ચલાવતો હતો અને ત્યાં ઈરાની લશ્કરો અને હિઝબોલ્લાહ સાથે વાટાઘાટો માટે જવાબદાર હતો. આમ, તે બંને દેશોમાં ઈરાની દળોના સૌથી વરિષ્ઠ કમાન્ડર હતો.
સીરિયામાં આઠ દિવસમાં દમાસ્કસ પર આ પાંચમો હુમલો હતો, જેના પ્રમુખ બશર અલ-અસદને ઈરાન દ્વારા ટેકો મળે છે, જે આ ક્ષેત્રમાં ઈઝરાયેલના લાંબા સમયથી કટ્ટર દુશ્મન છે.
બીજી તરફ ઈરાનની નૂર ન્યૂઝ એજન્સીએ દાવો કર્યો છે કે દમાસ્કસમાં ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના રાજદૂત હુસૈન અકબરી અને તેમના પરિવારને ઈઝરાયેલના હુમલામાં કોઈ નુકસાન થયું નથી. અકબરીને ટાંકીને ઈરાનના સરકારી ટીવીએ દાવો કર્યો છે કે F35 ફાઈટર પ્લેન દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા 5 લોકો માર્યા ગયા હતા.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)