Site icon

Israel- Hamas War: ગાઝામાંથી 250 બંધકોને છોડાવવામાં ઈઝરાયલી સૈનિકો રહ્યાં સફળ, 60 આતંકીઓ ઠાર, આટલાની ધરપકડ..જાણો સંપુર્ણ વિગતો વિગતવાર..

Israel- Hamas War: ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે સંઘર્ષ ચાલુ છે. દરમિયાન, ઈઝરાયેલની સેનાએ 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓ વિરુદ્ધ હાથ ધરેલા તેના એક ઓપરેશનનો વીડિયો જાહેર કર્યો છે. હાલ સૈનિકોએ લગભગ 250 બંધકોને જીવતા બચાવ્યા હતા અને….

Israeli soldiers succeeded in freeing 250 hostages from Gaza, killed 60 terrorists, arrested 26..

Israeli soldiers succeeded in freeing 250 hostages from Gaza, killed 60 terrorists, arrested 26..

News Continuous Bureau | Mumbai 

Israel- Hamas War: ઈઝરાયેલ(Israel) અને પેલેસ્ટાઈન વચ્ચે સંઘર્ષ ચાલુ છે. દરમિયાન, ઈઝરાયેલની સેનાએ 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓ(Hamas terrorist) વિરુદ્ધ હાથ ધરેલા તેના એક ઓપરેશનનો વીડિયો જાહેર કર્યો છે. જેમાં ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF)ના સૈનિકો એક કમ્પાઉન્ડમાં ઘૂસીને હમાસના આતંકવાદીઓ દ્વારા બંધક(hostages) બનાવાયેલા લોકોને બચાવી રહ્યા હોવાનું જોવા મળે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના બોડી કેમ ફૂટેજ વિડીયો જાહેર થયા છે આ દરમિયાન હમાસના 60થી વધુ આતંકીઓ પણ માર્યા ગયા હતા.

Join Our WhatsApp Community

IDF અનુસાર 7 ઓક્ટોબરના રોજ, સુફા સૈન્ય ચોકી પર નિયંત્રણ મેળવવાના સંયુક્ત પ્રયાસમાં ગાઝા સુરક્ષા ફેન્સની આસપાસના વિસ્તારમાં ફ્લોટિલા 13 એલિટ યુનિટ્સ (IDF યુનિટ્સ) તૈનાત કરવામાં આવ્યા હતા. સૈનિકોએ લગભગ 250 બંધકોને જીવતા બચાવ્યા હતા. ‘હમાસના સધર્ન નેવલ ડિવિઝનના ડેપ્યુટી કમાન્ડર મુહમ્મદ અબુ અલી સહિત 60થી વધુ હમાસ આતંકવાદીઓ માર્યા ગયા અને 26ને પકડવામાં આવ્યા.

આ સમાચાર પણ વાંચો : Israel Hamas War: ‘હમાસ સાથે યુદ્ધ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી’, ભારત, અમેરિકાથી પરત ફરી રહેલા ઈઝરાયેલના યુવાનોનું નિવેદન…

છઠ્ઠા દિવસે ગુરુવારે પણ લડાઈ ચાલુ…

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધના છઠ્ઠા દિવસે ગુરુવારે પણ લડાઈ ચાલુ રહી હતી. ઈઝરાયેલની સેનાએ કહ્યું કે તે ગાઝામાં(gaza) ગ્રાઉન્ડ ઓપરેશનની તૈયારી કરી રહી છે, પરંતુ આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. દરમિયાન ગાઝામાં બંધક બનેલા ઈઝરાયલી લોકોને મુક્ત કરાવવાના પ્રયાસો ચાલુ છે. એવું માનવામાં આવે છે કે કતાર, ઇજિપ્ત અને અન્ય દેશો ગાઝામાંથી બંધકોને છોડાવવા માટે વાતચીત કરી રહ્યા છે.

ઈઝરાયેલના ઉર્જા મંત્રીએ કહ્યું કે જ્યાં સુધી અમારા બંધકોને છોડવામાં નહીં આવે ત્યાં સુધી ગાઝાની ઘેરાબંધી ચાલુ રહેશે અને પાણી અને વીજળીની સપ્લાય કરવામાં આવશે નહીં. આ સાથે જ હમાસની ક્રૂરતા પણ સામે આવી છે. ઇઝરાયેલની સેનાના પ્રવક્તાએ દાવો કર્યો છે કે હમાસના આતંકવાદીઓએ ઇઝરાયેલના બાળકોના માથા કાપી નાખ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને તેને ‘યહૂદી નરસંહાર’ ગણાવ્યો છે. તેણે કહ્યું કે તેણે યહૂદી નરસંહારની સદીઓની દર્દનાક યાદોને તાજી કરી છે.

-બંને દેશોમાં અત્યાર સુધીમાં હજારો લોકોના મોત થયા છે.
-ઈઝરાયલે લોકોને ગાઝા પટ્ટી ખાલી કરવા કહ્યું,
– 189 ઇઝરાયેલ સૈનિકો સહિત 1,300 થી વધુ લોકો માર્યા ગયા.
-1,400 પેલેસ્ટિનિયન અને 1,500 હમાસ આતંકવાદીઓ માર્યા ગયા
-22 અમેરિકન નાગરિકોના મોત, 17 વિશે કોઈ માહિતી નથી
-3.38 લાખ પેલેસ્ટિનિયનોએ પોતાનું ઘર છોડ્યું, અત્યાર સુધીમાં 450 બાળકોના મોત થયા છે
-જર્મન ચાન્સેલરે આપી ચેતવણી- જો ઈઝરાયેલનો રાષ્ટ્રધ્વજ સળગાવશે તો કાર્યવાહી કરવામાં આવશે
-‘X’ એ હમાસ સાથે સંબંધિત સેંકડો એકાઉન્ટ્સ કાઢી નાખ્યા
-ઈરાનના રાષ્ટ્રપતિ અને સાઉદી ક્રાઉન પ્રિન્સે યુદ્ધની વાત કરી

યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન ગુરુવારે તેલ અવીવમાં વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂને મળ્યા હતા અને યુદ્ધ અંગે ચર્ચા કરી હતી. તેઓ શુક્રવારે પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ અને જોર્ડનના રાજા અબ્દુલ્લા બીજાને મળશે.

 

US India Tariff Deal: ભારતીય નિકાસકારોની લોટરી લાગી! ટ્રમ્પે ટેરિફ ઘટાડીને 10% કરી, અમેરિકામાં મેડ-ઈન-ઈન્ડિયા વસ્તુઓ વેચવી હવે થશે સસ્તી..
PM Modi Israel Visit: ડ્રેગન અને પાકિસ્તાનની ઊંઘ ઉડશે! ઇઝરાયેલ સાથે અત્યાધુનિક લેઝર ટેકનોલોજીનો સોદો કરશે ભારત; પીએમ મોદીનો માસ્ટરપ્લાન
Viral Video: ‘બોર્ડ ઓફ પીસ’ માં ડ્રામા! ટ્રમ્પના ઈશારે શહબાઝ શરીફની એક્શન કેમેરામાં કેદ, જુઓ સોશિયલ મીડિયા પર વાયરલ ક્લિપ..
Donald Trump: શું ટ્રમ્પના કારણે અટક્યું હતું ભારત-પાકિસ્તાનનું મહાયુદ્ધ? ૨૦૦% ટેરિફની ધમકી અને ૧૧ જેટ તોડી પડાયાના દાવા પાછળનું શું છે સત્ય?.
Exit mobile version