ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ,6 જાન્યુઆરી 2022
ગુરુવાર.
લગભગ 20 વર્ષ સુધી ફરાર રહેલા માફિયાને ગૂગલ મેપનો ઉપયોગ કરીને ઈટલીમાં પોલીસે પકડી પાડયો હતો.
સામાન્ય રીતે અજાણી જગ્યાનો એડ્રેસ શોધવા માટે ગૂગલ મેપનો ઉપયોગ કરવામાં આવે છે. ગૂગલ મેપ પર લોકેશન અને જ્યાં જવાનું હોય ત્યાંનું લોકેશન નાખીએ તો તરત જ આપણને જવાનું હોય તે રસ્તો અને કેટલો સમય લાગશે તે તમામ વિગતો મળી જતી હોય છે. ત્યારે તાજેતરમાં જ ગૂગલનો મેપનો ઉપયોગ કરીને ઈટલીમાં પોલીસે એક ફરાર રહેલા માફિયાને પકડી પાડયો હતો.
બે વર્ષ તપાસ કર્યા બાદ 61 વર્ષના માફિયા જિઓઆચિનો ગૅમિનો નામના આ માફિયાને સ્પેનના ગાલાપાગરથી પકડી પાડવામાં આવ્યો હતો. બનાવટી નામથી તે રહેતો હતો. શહેર સામે ઊભો રહેલો માણસ તે માફિયા જેવો દેખાતો હોવાનું જણાયું હતું. તેથી માફિયાને પકડી પાડવામાં ગૂગલ મેપ ઉપયોગી સાબિત થયું હતું.
મોદી સરકારે કર્યું રાજીવ ગાંધીનું 'સપનું' સાકાર, ડ્રેગનને મોટો ફટકો; આ ડીલ પર કર્યા હસ્તાક્ષર
ઈટાલિયન એન્ટી માફિયા પોલીસ યુનિટના ડેપ્યુટી ડાયરકેટરે એક મિડિયાને જણાવેલ માહિતી મુજબ ગૅમિનો એ સ્ટિડ્ડા નામની સિસિલિયન માફિકા ગ્રુપનો સભ્ય તો. 2002માં તેને રોમના રેબિબિયા જેલમાંથી ભાગી છૂટયો હતો. 2003માં તેને અનેક વર્ષ પહેલા કરેલી હત્યાના ગુના હેઠળ જન્મટીપની સજા ફટકારવામાં આવી હતી અને જે સમયજતા જેલમાંથી ભાગી છૂટયો હતો. ગૅમિનો હાલ સ્પેન પોલીસના તાબામાં છે. બહુ જલદી તેને ઈટલીમાં પાછો લાવવામાં આવવાનો છે.