News Continuous Bureau | Mumbai
ITER project: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ, મહામહિમ શ્રી ઇમેન્યુઅલ મેક્રોને, આજે વહેલી સવારે કેડારાચેમાં ઈન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટર [ITER]ની મુલાકાત લીધી. ITERના ડિરેક્ટર જનરલ દ્વારા નેતાઓનું સ્વાગત કરવામાં આવ્યું. આજે વિશ્વના સૌથી મહત્વાકાંક્ષી ફ્યુઝન ઊર્જા પ્રોજેક્ટ્સમાંના એક – ITERની આ કોઈપણ રાષ્ટ્રના વડા અથવા સરકારના વડા દ્વારા પ્રથમ મુલાકાત હતી.
મુલાકાત દરમિયાન, નેતાઓએ ITERની પ્રગતિની પ્રશંસા કરી, જેમાં વિશ્વની સૌથી મોટી ટોકામેકની એસેમ્બલીનો સમાવેશ થાય છે, જ્યાં આખરે બર્નિંગ પ્લાઝ્મા બનાવીને, સમાવીને અને નિયંત્રિત કરીને 500 મેગાવોટ ફ્યુઝન પાવર ઉત્પન્ન કરવામાં આવશે. નેતાઓએ પ્રોજેક્ટ પર કામ કરતા ITER ઇજનેરો અને વૈજ્ઞાનિકોના સમર્પણની પણ પ્રશંસા કરી.
આ સમાચાર પણ વાંચો: RCB captain 2025 : IPL પહેલા મોટી જાહેરાત, RCBને મળ્યો નવો કેપ્ટન, કોહલી નહીં પણ આ ખેલાડીને સોંપી કમાન
ITER project: ભારત છેલ્લા બે દાયકામાં પ્રોજેક્ટમાં યોગદાન આપનારા સાત ITER સભ્યોમાંનો એક છે. ITER પ્રોજેક્ટમાં લગભગ 200 ભારતીય વૈજ્ઞાનિકો અને સહયોગીઓ, તેમજ L&T, આઇનોક્સ ઇન્ડિયા, TCS, TCE, HCL ટેક્નોલોજીસ જેવા જાણીતા ઉદ્યોગ ખેલાડીઓ સામેલ છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed