અલીબાબા ગ્રુપના સ્થાપક જેક મા પ્રત્યેની ચીની સરકારની નારાજગીનો અંત આવ્યો નથી.
સત્તાવાર ચાઇનીઝ અખબારે સ્ટેટ મીડિયા દ્વારા એક લેખ પ્રકાશિત કર્યો છે. તેમાં તે ચીની ઉદ્યોગપતિઓ વિશે લખ્યું છે જેમણે દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ યાદીમાંથી જેક માની બાદબાકી થઈ ગઈ છે. જેક માના બદલે સત્તાવાર ચાઇનીઝ અખબારે તેમના કટ્ટર હરીફ પોની મા માટે પ્રશંસાના પુલ બાંધ્યા હતા.
આ ઉપરાંત આ યાદીમાં બીવાયડી કંપનીના ચેરમેન વાંગ ચુઆન્ફુ, શાઓમીના સહસ્થાપક લેઇ જુન અને હુવેઈ ટેકનોલોજીસના રેન ઝેન્ગફેઈનો સમાવેશ થાય છે.
