ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
06 જાન્યુઆરી 2021
અલીબાબાના સ્થાપક અને ચીની અબજોપતિ જેક મા, જે થોડા દિવસો પહેલા ગુમ થયાની શંકાસ્પદ હતી, તે બાદ હવે વાત સામે આવી છે કે ચીની સાઈજાર સાથે ના ટકરાવ બાદ તેઓએ લો પ્રોફાઈલ રહેવાનું નક્કી કર્યું છે. અગાઉ કેટલાક અહેવાલો મુજબ દાવો પણ કરવામાં આવ્યો હતો કે જેક માની ધરપકડ કરવામાં આવી હોવાની સંભાવના છે.
ચીનની અગ્રણી ઇ-કોમર્સ કંપની, જેમણે બે મહિના પહેલાં જાહેરમાં સરકારની ટીકા કરી હતી, ત્યાર બાદ થી તેઓ પોતાના ફર્મ ની મિટીગમાં ન દેખાતા જાત જાતના તર્ક વિતર્ક વહેતાં થયા હતાં. ત્યારથી તેમના ગુમ થવાની શંકા ગઈ હતી. જો કે, સ્થાનિક અખવારી અહેવાલ કહે છે કે અલીબાબાના સ્થાપક હાલના સમયમાં એકાંતમાં શાંતિથી રહેવા ઈચ્છે છે. આથી તેઓ હેતુપૂર્વક ઓછા દેખાઈ રહ્યા છે”
ઉલ્લેખનીય છે કે, જ્યારે 1999 માં ચાઇનામાં ઓછા ઇન્ટરનેટ વપરાશકારો હતા ત્યારે અલીબાબા ગ્રુપની સ્થાપના જેક મા એ કરી હતી. ઓનલાઇન ચુકવણી સેવા પાંચ વર્ષ પછી શરૂ કરી હતી, ત્યારે ટીકાકારોએ કહ્યું હતું કે આવા વ્યવસાયોને મંજૂરી આપવામાં આપવી જોખમી છે. પરંતુ જેકમાં હાર્યા વગર આગળ વધતા રહયાં અને એક દિવસ વિશ્વના અબજોપતિ માં પોતાનું નામ નોંધાવ્યું છે.
