અરે વાહ NASA નાં જેમ્સ વેબ ટેલિસ્કોપે કરી બતાવી કમાલ પહેલી વખત સામે આવી મંગળ ગ્રહની આવી તસવીરો શું તમે જોઈ

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

 નાસા(NASA)ના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ (JWST), જે બ્રહ્માંડની કેટલીક અવિશ્વસનીય તસવીરો લેવા માટે જાણીતું છે, તેણે પાડોશી ગ્રહ મંગળ(Mars)ની કેટલીક નવી તસવીરો જાહેર કરી છે. JWST ની નજીકના-ઇન્ફ્રારેડ કેમેરા (NIRCam) દ્વારા કેપ્ચર કરાયેલ મંગળની પ્રથમ તસવીરો બે અલગ-અલગ તરંગલંબાઇમાં ગ્રહના પૂર્વ ગોળાર્ધનો એક ભાગ દર્શાવે છે. ટેલિસ્કોપે મંગળની આ તસવીરો 5 સપ્ટેમ્બરે લીધી હતી.

 

એક ઓફિશિયલ બ્લોગમાં, નાસાએ ટેલિસ્કોપની લાલ ગ્રહની પહેલી તસવીરને પ્રદર્શિત કરી છે. ટેલિસ્કોપનાં ઓફિશિયલ ટ્વિટ અનુસાર, ક્લોઝ અપ તસવીરો એક હ્યૂજેન્સ ક્રેટર, ડાર્ક વૉલકેનો, સિર્ટીસ મેજર અને હેલસ બેસિન વિશે વિવરણ આપે છે. JWST ની મંગળની પ્રથમ તસવીરો Near-Infrared Camera (NIRCam) દ્વારા લેવામાં આવી છે. આ તસવીરો મંગળના પૂર્વ ગોળાર્ધનો વિસ્તાર બે અલગ-અલગ તરંગલંબાઇ અથવા ઇન્ફ્રારેડ પ્રકાશના રંગોમાં દર્શાવે છે.

આ સમાચાર પણ વાંચો : ભાજપ માટે આ બેલ મૂઝે માર- શિંદે ગ્રુપે હવે સાથી પક્ષને જ આપ્યો જોરદાર ઝટકો- મુંબઈમાં  આટલા પદાધિકારીઓ જોડાયા શિંદે ગ્રુપમાં

નાસા(NASA) અનુસાર, મંગળ મિશન ટીમ ભવિષ્યમાં સમગ્ર ગ્રહ પર પ્રાદેશિક તફાવતો શોધવા માટે આ ઇમેજિંગ અને સ્પેક્ટ્રોસ્કોપિક ડેટાનો ઉપયોગ કરશે. તેઓ આ તસવીરો દ્વારા ગ્રહના વાતાવરણમાં વિવિધ વાયુઓના નિશાન પણ જોશે.

મહત્વનું છે કે નાસા, યૂરોપીય અંતરિક્ષ એજન્સી – ESA અને કેનેડાની અંતરિક્ષ એજન્સી – CSA વચ્ચે આંતરરાષ્ટ્રીય ગઠજોડ બાદ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ ડિસેમ્બર 2021 માં લોન્ચ કરવામાં આવ્યું હતું.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More