News Continuous Bureau | Mumbai
જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે(Japan ex PM Shinzo Abe )ની ગઈકાલે શુક્રવારે એક ચૂંટણી કાર્યક્રમ દરમિયાન ધોળા દિવસે ખૂબ જ નજીકથી ગોળી મારીને હત્યા કરાઈ હતી. જાપાનમાં સૌથી લાંબો સમય સુધી વડાપ્રધાન પદે રહેનારા 67 વર્ષીય આબેને નારા શહેરમાં જાહેર રસ્તા પર ભાષણ દરમિયાન ગોળી મારવામાં આવી હતી. રિપોર્ટ પ્રમાણે તેમને છાતિમાં ગોળી વાગી હતી. તેમને વિમાનથી હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કરાયા હતા.
આ સમાચાર પણ વાંચો : જાપાનના પૂર્વ વડા પ્રધાન આબેનું થયું નિધન- સવારે ભાષણ દરમિયાન થયો હતો ગોળીબાર- જાણો વિગત
જોકે હવે પૂર્વ વડાપ્રધાન પરના આ જીવલેણ હુમલાથી સંબંધિત એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે શિંજો આબેની પાછળથી હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, હુમલાખોર વીડિયોમાં દેખાતો નથી. જુઓ વિડીયો..
#જાપાનના #વડાપ્રધાન #શિઝોએબે મૃત પામ્યા છે ત્યારે તેમની #હત્યાનો #સ્પષ્ટ વિડિયો સામે આવ્યો છે. જુઓ તે #વિડિયો… #JapanPM #ShizoAbe #Assassination #JapanesePrimeMinister #newscontinous #PMModi pic.twitter.com/d5jRbIiX2V
— news continuous (@NewsContinuous) July 9, 2022