News Continuous Bureau | Mumbai
Japan : ભૂકંપને તબાહી મચાવ્યાને 24 કલાક પણ વીત્યા ન હતા ત્યારે જાપાનમાં વધુ એક મોટો અકસ્માત સર્જાયો હતો. મીડિયા રિપોર્ટ મુજબ આજે ટોક્યોના હનેદા એરપોર્ટના ( Haneda Airport ) રનવે પર બે વિમાનો અથડાયા ( Plane collision ) હતા, જેના કારણે જાપાન એરલાઈન્સના ( Japan Airlines ) પેસેન્જર પ્લેનમાં ( passenger plane ) ભીષણ આગ ( Fire ) ભભૂકી ઉઠી હતી. આ દરમિયાન પેસેન્જર પ્લેન આગના ગોળાની જેમ રનવે પર દોડતું રહ્યું. વિમાનમાં 379 મુસાફરો ( passengers ) સવાર હતા, જેમણે સળગતા વિમાનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો અને સદનસીબે તમામ મુસાફરો સમય રહેતા સુરક્ષિત બહાર આવી ગયા હતા.
કોસ્ટગાર્ડના ( Coastguard ) પાંચ ક્રૂ મેમ્બર મૃત્યુ પામ્યા
દરમિયાન બીજું વિમાન કોસ્ટગાર્ડનું હતું, જેમાં સવારના છ ક્રૂ સભ્યોમાંથી પાંચ મૃત્યુ પામ્યા છે. કોસ્ટગાર્ડનું આ વિમાન ભૂકંપ પ્રભાવિત લોકોને રાહત સામગ્રી પહોંચાડવા જઈ રહ્યું હતું. વાસ્તવમાં, કોસ્ટગાર્ડનું આ પ્લેન પશ્ચિમ કિનારે નિગાતા એરપોર્ટ તરફ જઈ રહ્યું હતું. આ વિમાન ભૂકંપ પ્રભાવિત લોકો માટે રાહત સામગ્રી લઈને જઈ રહ્યું હતું. પરંતુ મદદ મળે તે પહેલા જ તે અકસ્માતનો શિકાર બન્યું હતું.
જુઓ વિડીયો
#BreakingNews : First visuals from inside the wrecked plane who caught fire at Tokyo International airport #Japan .
People can be heard screaming.#Tsunami #earthquake pic.twitter.com/GnXNYuaCHk— Hsnain🍄 (@Hsnain901) January 2, 2024
ટક્કર બાદ પેસેન્જર પ્લેનમાં લાગી આગ
અકસ્માતના અનેક વીડિયો સામે આવ્યા છે. જેમાં જોવા મળે છે કે ટક્કર બાદ પેસેન્જર પ્લેન સળગવા લાગે છે અને રનવે પર દોડતું રહે છે. પ્લેન અટકતાની સાથે જ મુસાફરો તેના ઈમરજન્સી ગેટ પરથી કૂદીને પોતાનો જીવ બચાવવા દોડે છે. તે જ સમયે, ફાયર વિભાગના ડઝનેક વાહનો પ્લેનમાં લાગેલી આગને કાબૂમાં લેવાનું શરૂ કરે છે. આ દરમિયાન જાપાનના હાનેડા એરપોર્ટ પર એક ડરામણું દ્રશ્ય જોવા મળ્યું, જેને ઘણા લોકોએ પોતાના કેમેરામાં કેદ કરી લીધું.
A Japan Airlines jet is on fire at Tokyo Haneda Airport. 🇯🇵 🚨 ✈️ 🔥 pic.twitter.com/FaUAd7sERb
— Cole Cameron (@colecameron) January 2, 2024
આ સમાચાર પણ વાંચો : Share Market: નવા વર્ષનો અ’મંગળવાર’.. ભારતીય શેરબજાર લાલ નિશાનમાં બંધ, આ સેક્ટરમાં ભારે વેચવાલી
મામલાની તપાસ શરૂ
સ્થાનિક મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જાપાન કોસ્ટગાર્ડનું વિમાન સંભવતઃ પેસેન્જર પ્લેન સાથે અથડાયું ત્યારે આ દુર્ઘટના બની હતી. હાલમાં અધિકારીઓએ મામલાની તપાસ શરૂ કરી છે અને આટલી મોટી ભૂલ કેવી રીતે થઈ તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉપરાંત, મૃત્યુ પામેલા કોસ્ટગાર્ડના ક્રૂ સભ્યોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાએ સંબંધિત એજન્સીઓને આ દુર્ઘટનાની તપાસ કરવા અને લોકોને તમામ માહિતી આપવાના નિર્દેશ આપ્યા છે.