News Continuous Bureau | Mumbai
વધુ પડતા દારૂનું સેવન(Alcohol consumption) સ્વાસ્થ્ય(Health) માટે હાનિકારક(Harmful) છે, તે લગભગ દરેક વ્યક્તિ જાણે છે. સામાન્ય રીતે મોટા ભાગના દેશોમાં સરકાર લોકોને વધુ પડતો દારૂ ન પીવા અંગે જાગૃત પણ કરે છે, પરંતુ એક દેશ એવો પણ છે જે દારૂનું સેવન ઘટવાથી(reducing alcohol consumption) પરેશાન છે. દારૂના વપરાશમાં ઘટાડો થવાને કારણે આવકમાં ઘટાડો થયો છે, તેથી ત્યાંની સરકારની ચિંતા(Concerns of Govt) વધી ગઈ છે. તે લોકોને વધુને વધુ દારૂ પીવા માટે(drink alcohol) પ્રોત્સાહિત કરી રહી છે. આ માટે સરકારે દેશવ્યાપી સ્પર્ધા(Nationwide Competition) પણ શરૂ કરી છે. આ દેશ બીજું કોઈ નહીં પણ જાપાન(Japan) છે. ચાલો સમજીએ, શું છે આખો મામલો.
લોકોને વધુ દારૂ પીવા માટે પ્રોત્સાહિત કરવા માટે જાપાન સરકાર(Government of Japan) 'ધ સેક વિવા' કેમ્પેઈન' નામનું અભિયાન ચલાવી રહી છે. આ એક પ્રતિયોગિતા છે જેમાં લોકોને વધુ પીવા માટે કહેવામાં આવે છે. નેશનલ ટેક્સ એજન્સી(National Tax Agency) દ્વારા ચલાવવામાં આવતી આ પ્રતિયોગિતામાં ૨૦-૩૯ વર્ષની વયના લોકોને દારૂની લોકપ્રિયતા પુનઃજીવિત(Revival of popularity) કરવામાં મદદ કરવા માટે દરખાસ્તો સાથે આવવાનું કહેવામાં આવે છે. આ સ્પર્ધા ૯ સપ્ટેમ્બર સુધી ચાલશે. આમાં માત્ર નવી પ્રોડક્ટ જ નહીં પરંતુ જૂની પ્રોડક્ટનો પણ ઉપયોગ વધારવા માટે કહેવામાં આવી રહ્યું છે. આ સિવાય ઘરમાં પીવાના ચલણને પુનર્જીવિત કરવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.
આ સ્પર્ધાના ફાઇનલિસ્ટને ૧૦ નવેમ્બરના રોજ ટોક્યોમાં આયોજિત ગાલા એવોર્ડ સમારોહમાં આમંત્રિત કરવામાં આવશે અને ટેક્સ ઓફિસે કહ્યું કે તે વિજેતાના વિચારો દ્વારા વ્યાપારીકરણને ટેકો આપવા અને તેને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરશે.
આ સમાચાર પણ વાંચો : રશિયાના પ્રમુખ પુતિનને મોટો ઝટકો- ખાસમખાસ સાથીદારની દીકરીનું બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુ
આ બધાને પ્રોત્સાહન આપવા માટે સહભાગીઓ પાસેથી નવા વિકલ્પો પૂછવામાં આવે છે. NTAએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે વર્ષ ૧૯૯૫માં જાપાનમાં દારૂનો ઉપયોગ દર વર્ષે ૧૦૦ લિટર હતો. ૨૦૨૦માં તે ઘટીને ૭૫ લિટર થઈ ગયો છે. દારૂના વેચાણમાં થયેલા ઘટાડાથી જાપાનના બજેટને ફટકો પડ્યો છે, જે પહેલેથી જ ૨૯૦ બિલિયન પાઉન્ડની ખાધમાં છે. જો રેવન્યુની વાત કરીએ તો ૧૯૮૦માં જાપાન સરકારને દારૂમાંથી ૫ ટકા જેટલી આવક મળતી હતી, ૨૦૧૧માં તે ૩ ટકા હતી, જ્યારે ૨૦૨૦માં તે ઘટીને ૧.૭ ટકા થઈ ગઈ હતી. ૨૦૨૦ ના નાણાકીય વર્ષમાં જાપાન સરકારને ૧૯૮૦ ની સરખામણીમાં દારૂ પરના કરમાંથી ૧૧૦ બિલિયન પાઉન્ડથી વધુની આવકનું નુકસાન થયું હતું.