Site icon

Japanese minister resigns :લ્યો બોલો… ચોખા પર કરી વિવાદાસ્પદ ટિપ્પણી, તો ગુમાવવી પડી ખુરશી, મંત્રીને રાજીનામું આપવું પડ્યું; હવે સરકાર મુશ્કેલીમાં!

Japanese minister resigns : ચોખા અંગેના વિવાદાસ્પદ નિવેદનને કારણે જાપાનના કૃષિ પ્રધાન તાકુ ઇટોને બુધવારે તેમના પદ પરથી રાજીનામું આપવું પડ્યું. ઇટોએ તાજેતરમાં કહ્યું હતું કે તેમને ક્યારેય ચોખા ખરીદવાની જરૂર નથી કારણ કે તેમના સમર્થકો તેમને ચોખા ભેટમાં આપતા રહે છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે જાપાનમાં ચોખાની અછત અને આસમાને પહોંચેલા ભાવોએ સામાન્ય લોકોને પરેશાન કર્યા છે. ઈટોના નિવેદન અંગે લોકોમાં ભારે ગુસ્સો હતો, ત્યારબાદ તેમના પર રાજીનામું આપવાનું દબાણ વધ્યું.

Japanese minister resigns Japan’s Agriculture Minister resigns over controversial rice comment

Japanese minister resigns Japan’s Agriculture Minister resigns over controversial rice comment

News Continuous Bureau | Mumbai

Japanese minister resigns : જાપાનના કૃષિ મંત્રી તાકુ ઇટોએ  આજે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. ચોખાની ખરીદી અંગે તેમણે કરેલી અયોગ્ય ટિપ્પણી બાદ તેમણે આ પગલું ભર્યું. દેશના લોકો પહેલાથી જ ચોખાના વધતા ભાવોથી પરેશાન છે. રવિવારે સાગા પ્રીફેક્ચરમાં એક સેમિનાર દરમિયાન, ઇટોએ કહ્યું કે તેમને ક્યારેય ચોખા ખરીદવાની જરૂર નથી કારણ કે તેમના સમર્થકો હંમેશા તેમને ભેટ તરીકે ચોખા આપતા રહે છે. તેમના નિવેદનને સામાન્ય લોકોની સમસ્યાઓ પ્રત્યે અસંવેદનશીલ માનવામાં આવતું હતું, જેના કારણે ટીકા થઈ હતી અને આખરે તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. રાજીનામું આપ્યા પછી, એટોએ કહ્યું, જ્યારે સામાન્ય લોકો ચોખાના વધતા ભાવોથી પીડાઈ રહ્યા છે ત્યારે મારી ટિપ્પણીઓ અત્યંત અયોગ્ય હતી. મેં મારું રાજીનામું વડા પ્રધાન શિગેરુ ઇશિબાને સુપરત કર્યું, જે તેમણે સ્વીકારી લીધું છે. 

Join Our WhatsApp Community

Japanese minister resigns : અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની ધમકી

પોતાના નિવેદન પર દુ:ખ વ્યક્ત કરતાં, તેમણે જનતા પાસે માફી માંગી અને સ્પષ્ટતા કરી કે તેઓ પોતે પણ ચોખા ખરીદે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભૂતપૂર્વ પર્યાવરણ મંત્રી શિંજીરો કોઈઝુમી ઈટોનું સ્થાન લઈ શકે છે. વિપક્ષી પક્ષોએ ચોખાની અછત અને ફુગાવાને લઈને ઇટો વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની ધમકી આપી હતી.

કૃષિ મંત્રીના આ નિવેદનની વિરોધ પક્ષ તેમજ શાસક ગઠબંધનના ધારાસભ્યો તરફથી તીવ્ર ટીકા થઈ, જેનાથી જુલાઈમાં યોજાનારી મહત્વપૂર્ણ ચૂંટણીઓ પહેલા ઇશિબાની પહેલેથી જ નબળી સ્થિતિ વધુ નબળી પડી ગઈ. ઓક્ટોબરમાં રચાયેલા ઇશિબાના મંત્રીમંડળમાં ઇટોનું આ પહેલું રાજીનામું હશે.

Japanese minister resigns : ચોખાના ભાવ બમણા થઈ ગયા 

આજે સવારે વડા પ્રધાન કાર્યાલયની મુલાકાત લીધા પછી અને રાજીનામું સુપરત કર્યા પછી, ઇટોએ મીડિયાને કહ્યું:  જ્યારે સામાન્ય લોકો ચોખાના વધતા ભાવોથી ચિંતિત છે ત્યારે મેં ખોટી અને અયોગ્ય ટિપ્પણી કરી. એક વર્ષ પહેલાની સરખામણીમાં ચોખાના ભાવ બમણા થઈ ગયા છે અને ઘણા દાયકાઓમાં તેમના ઉચ્ચતમ સ્તરે છે, જે જાપાની મતદારો માટે એક મોટી ચિંતાનો વિષય છે. સરકારે માર્ચ મહિનાથી ભાવ નિયંત્રણ માટે પગલાં લીધાં છે, પરંતુ હજુ સુધી તેની કોઈ ખાસ અસર જોવા મળી નથી.

આ સમાચાર પણ વાંચો : Locomotive engine : PM મોદી દાહોદ ખાતે 9000 HPનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને કરશે સમર્પિત; 10 હજાર લોકો માટે બનશે રોજગારીનું માધ્યમ

Japanese minister resigns : મોટા પ્રમાણમાં ચોખાનો સંગ્રહ શરૂ થયો

જાપાનમાં ચોખાની અછતની સમસ્યા ઓગસ્ટ 2024 માં શરૂ થઈ જ્યારે સરકારે ભૂકંપની ચેતવણી જારી કરી અને લોકોને તૈયાર રહેવા કહ્યું. આ ચેતવણીથી ગભરાઈને, નાગરિકોએ મોટા પ્રમાણમાં ચોખાનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું. પાનખર લણણી પછી પરિસ્થિતિ થોડી સામાન્ય થઈ, પરંતુ 2025 ની શરૂઆતમાં ફરીથી ચોખાની અછત અનુભવાઈ અને ભાવમાં તીવ્ર વધારો થયો. સરકારી અધિકારીઓનું  કહેવું  છે કે આ પાછળના કારણો 2023 ના ઉનાળામાં નબળી પાક, ખાતર અને ઉત્પાદનના ખર્ચમાં વધારો છે. તે જ સમયે, કેટલાક નિષ્ણાતો માને છે કે આ કટોકટી સરકારની લાંબા ગાળાની ચોખા ઉત્પાદન નીતિઓની ખામીઓનું પણ પરિણામ છે.

Mumbai Heavy Rain:મુંબઈમાં ધોધમાર વરસાદ: સાંતાક્રુઝમાં સિઝનના સરેરાશ કરતાં ૨૦% થી વધુ વરસાદ નોંધાયો
Nepal: નેપાળમાં ‘જેન-ઝેડ’ આંદોલને રાજકીય ઉથલપાથલ ની સાથે સાથે થયું અબજોનું નુકસાન, દેશ ચૂકવી રહ્યો છે તેની ભારે કિંમત
Israel: ઇઝરાયેલ ચારે તરફ થી ઘેરાયું! આરબ દેશોએ બનાવ્યો તેની વિરુદ્ધ ખતરનાક પ્લાન
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version