ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો
મુંબઇ
28 ઓગસ્ટ 2020
જાપાનના વડાપ્રધાન શિંજો આબે એ પોતાના પદેથી રાજીનામું આપી દીધુ છે. ખરાબ તબીયતના કારણોનો હવાલો આપતા તેમણે શુક્રવારે ઔપચારિક જાહેરાત કરી છે. અત્રે જણાવવાનું કે શિંજો આબે છેલ્લા કેટલાક દિવસથી બીમાર છે અને આ દરમિયાન તેમને અનેકવાર હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. ખરાબ તબિયતના પગલે શિંજોના આ નિર્ણય અંગે અગાઉ અટકળો થઈ રહી હતી..
આબે વર્ષોથી અલ્સરેટિવ કોલાઈટિસ (આંતરડામાં ચાંદા)ની સમસ્યાથી પીડાઈ રહ્યા છે અને તેમણે એક સપ્તાહમાં બે વાર હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. આ સાથે જ તેઓના સપ્ટેમ્બર 2021 સુધી પીએમ પદ પર રહેવા સામે પ્રશ્નાર્થ ઊભો થયો હતો.
અત્રે જણાવવાનું કે ગત સોમવારે આબેએ પોતાના કાર્યાલયમાં 8 વર્ષ પૂરા કર્યાં. તેઓ જાપાનના સૌથી વધુ સમય સુધી વડાપ્રધાન પદે રહેનારા વ્યક્તિ છે. 65 વર્ષના આબેએ દેશની અર્થવ્યવસ્થાને ફરીથી પાટા પર લાવવાનું વચન આપ્યું હતું. ચીનના જોખમને જોતા આબે જાપાની સેનાને મજબુત કરવામાં લાગ્યા હતાં. શિંજો આબેના સમયમાં જ ભારત વચ્ચે સારા સંબંધો સ્થપાયા છે. આબે ભારતના વડાપ્રધાન મોદીના ખાસ મિત્ર છે.
આબેના રાજીનામાના અહેવાલને પગલે જાપાનના શેરબજારનો સૂચકાંક નિક્કાઈ 2.12 ટકા ગગડીને 22,717 થયો હતો. પીએમ પદેથી આબેના રાજીનામા બાદ દેશનું સુકાન કોને મળી શકે તે અંગેની ચર્ચાઓ પણ થઈ રહી છે. આગામી બેથી ત્રણ અઠવાડિયામાં શાસક લિબરલ ડેમોક્રેટિક પાર્ટી તેમના નેતાને સંસદમાં ચૂંટશે. ચૂંટાયેલા નવા નેતા આબેના બાકીના કાર્યકાળ સુધી જવાબદારી સંભાળશે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com