જાપાનની રાજકુમારીએ મહેલનું જીવન છોડ્યું અને એક સામાન્ય વ્યક્તિ સાથે લગ્ન કર્યાં, જાણો જાપાનનો  પ્રેમપ્રસંગ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 27 ઑક્ટોબર, 2021  

બુધવાર

કહેવાય છે કે 'પ્યાર અંધા હોતા હૈ', પ્રેમની કોઈ વ્યાખ્યા હોતી નથી. કંઈક આવું જ જાપાનમાં જોવા મળ્યું છે. જાપાનના રાજા નારુહિતોની ભત્રીજી માકોએ રાજપાટ તેમ જ રાજવી જીવન છોડી દીધું છે અને કોમુરો નામના એક સામાન્ય વ્યક્તિ સાથે લગ્ન કરી લીધાં છે. આ ઉપરાંત તેણે લગ્ન સમયે રાજમહેલ તરફથી મળતા 14 કરોડ યુઆનને પણ ત્યજી દીધા છે. 

તેણે પોતાના શૈક્ષણિક સમયે કોમુરોની પસંદગી કરી લીધી હતી અને બંનેનું શિક્ષણ પૂરું થતાં હવે તેમણે લગ્ન કરી લીધાં છે. આવનાર સમયમાં આ નવદંપતી જાપાન છોડી દેશે અને પોતાનું આગળનું જીવન ન્યૂ યૉર્કમાં વ્યતીત કરશે.

સ્વાસ્થ્ય જાણકારી : ડાર્ક ચૉકલેટ ખાવાથી વધે છે એનર્જી; જાણો એના અનેક અદ્ભુત સ્વાસ્થ્ય લાભો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More