Joe Biden Video : પડતાં પડતાં બચી ગયા જો બિડેન, રેતાળ બીચ પર લડખડાતા જોવા મળ્યા; જુઓ વિડીયો…

Joe Biden Video : 81 વર્ષીય અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન પોતાની પત્ની સાથે ચાલતી વખતે ઘણી વખત રેતીમાં લડખડાતા જોવા મળ્યા હતા. આ સમય દરમિયાન તેની પત્ની જીલ બિડેન એકવાર તેનો હાથ પકડીને તેમને પડતાં પડતાં બચાવતી જોવા મળી હતી.

by kalpana Verat
Joe Biden Video Biden stumbles, nearly takes a tumble during stroll on sandy beach

News Continuous Bureau | Mumbai

Joe Biden Video : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેન તેમની પત્ની અને ફર્સ્ટ લેડી જીલ બિડેન સાથે ડેલાવેરમાં તેમના ઘર નજીક રેતાળ બીચ પર ફરવા ગયા હતા. આ દરમિયાન જો બિડેન ચાલતી વખતે ઘણી વાર લડખડાતા જોવા મળ્યા હતા અને તેમની પત્ની જીલ બિડેન તેમને સપોર્ટ કરતી જોવા મળી હતી. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Joe Biden Video : જુઓ વિડિયો

Joe Biden Video : રાષ્ટ્રપતિ બીચ પર બેલેન્સ કરતા જોવા મળ્યા  

વાસ્તવમાં, વીડિયોમાં, 81 વર્ષીય અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન પોતાની પત્ની સાથે ચાલતી વખતે ઘણી વખત રેતીમાં લડખડાતા હતા. આ સમય દરમિયાન તેની પત્ની જીલ બિડેન એકવાર તેનો હાથ પકડીને તેમને પડતાં બચાવતી જોવા મળી હતી.  

Joe Biden Video : પડતાં પડતાં બચી ગયા બિડેન 

આ પછી ફરી એકવાર તેની ફિટનેસ પર સવાલો ઉઠી રહ્યા છે. રિપબ્લિક પાર્ટીએ પણ આ વીડિયો શેર કર્યો અને લખ્યું, બિડેન પોતાના ઘરની નજીક પડતાં પડતાં બચી ગયા . આ પહેલા પણ તેમની ફિટનેસ પર સવાલો ઉઠ્યા હતા, જ્યારે તેમણે પ્રમુખ પદની ઉમેદવારી છોડી દીધી હતી.

આ સમાચાર પણ વાંચો : અમેરિકામાં ફરીથી લાગુ થશે કડક ઇમિગ્રેશન પોલીસી! આ બે વ્યક્તિઓ ને સોંપવામાં આવી વિશેષ જવાબદારી, ભારતીયોની વધશે મુશ્કેલી ..

નોંધનીય છે કે આ પહેલા જુલાઈમાં અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રચાર દરમિયાન રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ડિબેટમાં બોલતી વખતે જો બિડેન અસ્વસ્થ દેખાતા હતા. તે કેમેરા સામે પણ મૂંઝવણમાં જોવા મળ્યા હતા.

 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More