News Continuous Bureau | Mumbai
Justin Trudeau Remarks: કેનેડા (Canada) એ નવી દિલ્હી (Delhi) થી 41 રાજદ્વારીઓને પાછા બોલાવવાની જાહેરાત કર્યાના એક દિવસ બાદ જસ્ટિન ટ્રુડો (Justin Trudeau) પત્રકારો ( Journalists ) સાથે વાત કરી રહ્યા હતા. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ શુક્રવારે કહ્યું હતું કે કેનેડિયન રાજદ્વારીઓ પર ભારત સરકારની ( Indian Government ) કાર્યવાહી ભારત અને કેનેડાના લાખો લોકો માટે સામાન્ય જીવનને ખૂબ જ મુશ્કેલ બનાવી રહી છે. કેનેડાએ ભારતમાંથી 41 રાજદ્વારીઓને ( diplomats ) પાછા બોલાવવાની જાહેરાત કર્યાના એક દિવસ બાદ ટ્રુડો પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા.
ટ્રુડો કહે છે કે ભારતે રાજદ્વારીઓનો સત્તાવાર દરજ્જો એકપક્ષીય રીતે રદ કરવાની ધમકી આપ્યા બાદ તેમને કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. કેનેડાના આરોપોને નકારી કાઢતા, ભારત સરકારે આજે શરૂઆતમાં કહ્યું હતું કે બંને દેશો વચ્ચે પરસ્પર રાજદ્વારી હાજરીમાં સમાનતાની માંગ કરતી વખતે ભારતમાં કોઈપણ આંતરરાષ્ટ્રીય ધોરણોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું નથી. કેનેડાએ ઘણા ભારતીય શહેરોમાં વાણિજ્ય દૂતાવાસમાં વ્યક્તિગત કામગીરી પણ સ્થગિત કરી દીધી છે અને વિઝા પ્રક્રિયામાં વિલંબની ચેતવણી આપી છે. આનાથી બેંગલુરુ, ચંદીગઢ અને મુંબઈના કોન્સ્યુલેટ્સને અસર થઈ છે.
બંને દેશો વચ્ચે કૂટનીતિક સંબંધોમા તણાવનો માહોલ….
મહત્વનું છે કે છેલ્લાં અમુક સમયથી ભારત અને કેનેડા વચ્ચેના રાજકીય સંબંધો તેના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા છે. બંને દેશો વચ્ચે કૂટનીતિક સંબંધોમા તણાવનો માહોલ છે. આ બધું ત્યારે બન્યું જ્યારે ભારતે કેનેડાને તેના દેશમાં થતી ખાલિસ્તાની તત્વોની ભારત વિરોધી કામગીરીને નિયંત્રિત કરવા કહ્યું અને સામે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટોનો હાથ હોવાનો આરોપ ભારત પર લગાવ્યો હતો અને ભારતના એક ઉચ્ચ રાજદ્વારીને દેશનિકાલ કર્યા હતા. બદલામાં ભારતે પણ કેનેડિયન રાજદ્વારી સાથે આવી જ કાર્યવાહી કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Pakistan Politics: નવાઝ શરીફ 4 વર્ષ બાદ પાકિસ્તાન પરત ફરશે, ધરપકડમાંથી રાહત મળતા લીધો આ નિર્ણય.. જાણો શું થશે આનો સામાન્ય ચુંટણી પર અસર.. વાંચો વિગતે અહીં..
હાલ પણ આ તણાવ હજુ ઓછો થયો હોય તેમ લાગતું નથી, ખાલિસ્તાની આતંકીઓના મુદ્દે ખુદ કેનેડિયન પીએમ ટ્રુડોને તેમના જ દેશમાં ઘણી નિંદાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને તેમની લોકપ્રિયતા પણ હવે સૌથી નીચલા સ્તરે પહોંચી ચૂકી છે. નોંધનીય છે કે આગામી ચૂંટણીમાં આ બાબત કેનેડિયન પીએમ માટે ઘણી ચિંતાજનક પુરવાર થઈ શકે તેમ છે.