અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની મસ્જિદમાં ધમાકો- આટલા લોકોના થયા મોત- 50થી વધુ ઘાયલ

 News Continuous Bureau | Mumbai

અફઘાનિસ્તાનની(Afghanistan) રાજધાની કાબુલમાં(Kabul) બોમ્બ બ્લાસ્ટ(Bomb blast) થયો છે. 

આ બોમ્બ બ્લાસ્ટ કાબુલની એક મસ્જિદમાં થયો. જેમાં 21 જેટલા લોકોના મોત અને 50થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. 

મગરીબની નમાઝ (Maghrib prayer) દરમિયાન આ બ્લાસ્ટ થયો. હજુ મૃતકોની સંખ્યા વધી શકે છે.

કાબુલના સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ(Security Department) ખાલિદ જરદાને(Khalid Zardan) આ બ્લાસ્ટની પુષ્ટિ કરી છે. 

જોકે હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. 

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનામાં આવા ઘણા હુમલા થયા છે, જેમાં માત્ર મસ્જિદોને નિશાન બનાવવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : મુંબઈના આ વિસ્તારમાં સર્જાઈ ગેસ લીકેજ ની સમસ્યા- રહેવાસીઓ થયા પેનિક  

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *