News Continuous Bureau | Mumbai
Kate Middleton: વેલ્સની રાજકુમારી કેટ મિડલટનને કેન્સર હોવાનું નિદાન થયું છે અને તેની કીમોથેરાપી ચાલી રહી છે. આ માહિતી તેણે પોતે આપી છે. જો કે, રાજકુમારીને કયા પ્રકારનું કેન્સર છે તે અંગે ખુલાસો કરવામાં આવ્યો નથી. સોશિયલ મીડિયા પર શેર કરેલા એક વીડિયોમાં તેણે કહ્યું કે સૌથી પહેલા હું તમારો આભાર માનું છું. છેલ્લા બે મહિના મારા અને મારા પરિવાર માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે, પરંતુ આ સમય દરમિયાન, મને અને મારા પરિવારને ટેકો આપવા અને ઘણા સંદેશા પ્રાપ્ત કરવા બદલ હું તમારા બધાનો આભાર માનું છું.
જુઓ વિડીયો
A message from Catherine, The Princess of Wales pic.twitter.com/5LQT1qGarK
— The Prince and Princess of Wales (@KensingtonRoyal) March 22, 2024
સ્વાસ્થ્યને લઈને અટકળો થઇ વહેતી થઇ..
વાસ્તવમાં, તે લાંબા સમયથી જાહેરમાં જોવા મળી ન હતી, ત્યારબાદ તેના સ્વાસ્થ્યને લઈને અટકળો લગાવવામાં આવી રહી હતી. રોઇટર્સ અનુસાર, કેટએ જણાવ્યું કે ટેસ્ટમાં ખબર પડી કે તેને કેન્સર છે. જાન્યુઆરીમાં તેના પેટની સર્જરી થઈ હતી, ત્યારબાદ તેને કેન્સર હોવાનું નિદાન થયું હતું અને ત્યારથી તે કીમોથેરાપી લઈ રહી છે. બ્રિટિશ સિંહાસનના વારસદાર પ્રિન્સ વિલિયમની 42 વર્ષીય પત્ની કેટે કેન્સરના નિદાનને તેમના માટે મોટો આંચકો ગણાવ્યો હતો. આ સમાચાર બ્રિટિશ રાજવી પરિવાર માટે એક વધુ એક ઝટકો છે. કારણ કે કિંગ ચાર્લ્સ પણ કેન્સરની સારવાર લઈ રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Chandra Grahan 2024: હોળીના દિવસે છે વર્ષ 2024નું પહેલું ચંદ્રગ્રહણ.. ક્યારે લાગશે સૂતક કાળ? જાણો ક્યાં જોવા મળશે ચંદ્ર ગ્રહણ