Site icon

70 વર્ષ બાદ બ્રિટનને મળ્યાં નવા કિંગ, પ્રિન્સ ચાર્લ્સનો થયો રાજ્યાભિષેક, 100 રાષ્ટ્રધ્યક્ષોએ નિહાળી ઐતિહાસિક ક્ષણ.. જુઓ વિડીયો..

King Charles III crowned as Great Britain's new King

King Charles III crowned as Great Britain's new King

News Continuous Bureau | Mumbai

બ્રિટનમાં આજે ‘બ્રિટિશ રાજા’નો રાજ્યાભિષેક થઈ રહ્યો છે. રાજા ચાર્લ્સ ત્રીજા નવા ‘કિંગ’ બન્યા છે. અને, તેમની પત્ની રાણી કેમિલાને પણ તેમની સાથે તાજ પહેરાવવામાં આવ્યો છે. કિંગ ચાર્લ્સ III અને રાણી કેમિલાને બ્રિટનના વેસ્ટમિન્સ્ટર એબી ચર્ચમાં તાજ પહેરાવવામાં આવ્યો હતો. બ્રિટિશ શાહી પરિવારમાં 70 વર્ષ બાદ આવું બન્યું છે. અગાઉ 1953માં રાણી એલિઝાબેથનો તાજ પહેરાવવામાં આવ્યો હતો.

Join Our WhatsApp Community

  કિંગ ચાર્લ્સનો 74 વર્ષની વયે રાજ્યાભિષેક થયો છે. આ વેસ્ટમિંસ્ટર એબી ચર્ચની અંદરનું દૃશ્ય છે, જ્યાં રાજ્યાભિષેક થયો હતો.  બ્રિટિશ રાજાનો કાફલો જે માર્ગ પરથી પસાર થયો તે માર્ગ પર હજારો લોકો હાજર હતા. આ દરમિયાન મુખ્ય માર્ગની બંને બાજુએ બ્રિટિશ ઝંડા ફરકાવવામાં આવ્યા હતા.  આ સમારોહની તૈયારીઓ મહિનાઓથી ચાલતી હતી. રાજા ચાર્લ્સ સફેદ ઘોડાઓ સાથેના રથ પર બેઠા હતા, જે સોનાનો હતો.

આ સમાચાર પણ વાંચો : ગજબ નો ટેલેન્ટ.. હાથમાં કાતર લઇ આ રીતે પોતાના જ વાળ કાપતો જોવા મળ્યો વાળંદ.. જુઓ વિડીયો..

  પ્રિન્સ ચાર્લ્સ અને ક્વીન કેમિલા બકિંગહામ પેલેસથી વેસ્ટમિન્સ્ટર ચર્ચ માટે રવાના થયા. તેના અંગરક્ષકો પણ સાથે ચાલી રહ્યા હતા.  આર્કબિશપે વેસ્ટમિન્સ્ટર એબી ચર્ચ ખાતે કિંગ ચાર્લ્સને શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન ચાર્લ્સે કહ્યું- હું સેવા આપવા આવ્યો છું.  રાજ્યાભિષેકમાં હાજરી આપતા મહેમાનો વેસ્ટમિંસ્ટર એબી ચર્ચમાં જોઈ શકાય છે.

બ્રિટનમાં ચાર્લ્સ-કેમિલાના રાજ્યાભિષેક વખતે શેરીઓમાં આવું જ દ્રશ્ય હતું. બધે બ્રિટિશ ધ્વજ દેખાતો હતો.  પ્રિન્સ ચાર્લ્સ અને ક્વીન કેમિલા બકિંગહામ પેલેસથી વેસ્ટમિન્સ્ટર ચર્ચ માટે રવાના થયા. તેના અંગરક્ષકો પણ સાથે ચાલી રહ્યા હતા.  રાજ્યાભિષેકમાં સામેલ રાજા ચાર્લ્સના સૈનિકો અને વિશ્વભરના મહેમાનોએ આ રીતે સમારોહમાં ભાગ લીધો હતો. બધે ભીડ દેખાતી હતી.

 

Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Thailand: અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ, જાણો ક્યાં આવ્યો આ નિયમ?
Bangladesh Pakistan Relations: ઈતિહાસમાં પહેલીવાર! ૧૯૭૧ પછી પાકિસ્તાની જહાજ બાંગ્લાદેશ પહોંચ્યું, નેવી ચીફની હાજરી ભારત માટે ચિંતાનો વિષય!
Exit mobile version