ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
09 નવેમ્બર 2020
અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીની તસવીર લગભગ નક્કી થઇ ચૂકી છે. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડેન અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ બનવા જઇ રહ્યા છે. બાઈડેન દુનિયાના સૌથી શક્તિશાળી દેશ મનાતા અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યાં છે તો દુનિયાની નજરો પણ તેમના પર ટકી ગઈ છે. દરેક વ્યક્તિ તેમની નીતિઓ વિશે જાણવા માગે છે. એવામાં જો બાઈડેનની રાજકીય સફર કેવી અને કઈ રીતે પાંચ દાયકાના સંઘર્ષ પછી આ સત્તા પ્રાપ્ત કરી છે. તેના પર એક નજર કરો…
જો બાઈડેનને તેમના સમર્થક અને વિરોધી બંને જ એમટ્રેક બાઈડેન કહીને પોકારતા હતા. કેમકે આશરે 35 વર્ષ સુધી રોજ બાઈડેને આ ટ્રેનમાં મુસાફરી કરી અને તેનું નામ એમટ્રેક ટ્રેન પડી ગયું. રી.
જો બાઈડેને શરૂઆત કાઉન્ટીથી કરી. પછી સેનેટર, ઉપરાષ્ટ્રપતિ અને હવે રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યાં છે. આ દરમિયાન તેમના અંગત જીવનમાં અનેકવાર મુશ્કેલીઓ આવી. બાઈડેને 1966માં નીલા હન્ટર સાથે લગ્ન કર્યા પણ 6 વર્ષ પછી 1972માં એક અકસ્માતમાં પત્ની અને એક વર્ષની દીકરી ગુમાવી દીધી. જોકે તેમનો દીકરો ખરાબ રીતે ઘવાયો હતો ત્યારે બાઈડેને સેનેટર તરીકે પહેલીવાર શપથ પણ હોસ્પિટલમાં લીધા હતા. તેના પછી 2015માં જો બાઈડેનના દીકરા બિઉ બાઈડેનનું કેન્સરને લીધે મોત નીપજ્યું.
77 વર્ષીય જો બાઈડેને આશરે 50 વર્ષથી અમેરિકાના રાજકારણમાં સક્રિય છે. બાઈડેનએ એક વકીલ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. પછી તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો. 1972માં તે પહેલીવાર ચૂંટણી રાજકારણમા આવ્યા અને ડેલાવેયરની ન્યૂ કાઉન્ટીથી ચૂંટાયા. બાઇડેન અહીંથી સતત 2009 સુધી સેનેટર ચૂંટાયા. તેજ વર્ષે તેઓ બરાક ઓબામાની સરકારમાં ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા જેના લીધે સેનેટરનું પદ છોડવું પડ્યું હતું.
જો બાઈડેન તેમની રાજકીય કારકિર્દીમાં ત્રણ વખત રાષ્ટ્રપતિ બનવાની રેસમાં નસીબ અજમાવ્યું પણ અગાઉ બે વારના પ્રયાસોમાં કંઈક ને કંઇક થતું રહ્યું. સૌથી પહેલાં બાઈડેને 1987માં રાષ્ટ્રપતિ પદ માટે નસીબ અજમાવ્યું. 1988માં યોજાનાર ચૂંટણી માટે જ્યારે જો બાઈડેને પ્રચાર શરૂ કર્યો તો ભાષણ ચોરીનો આરોપ લાગ્યો. 2016ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કેમ્પેનની શરૂઆત કરી પણ ત્યારે જ દીકરાનું મૃત્યુ થતાં તેમણે ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો. પરંતુ, ત્રીજી વખત 2020માં સફળ રહ્યાં.
@ બાઈડેનની પ્રાથમિકતા શું રહેશે?
બાઈડેને કોરોનાના રોગચાળા પર નિયંત્રણ અને આર્થિક મોરચાને પોતાની પ્રાથમિકતા ગણાવી હતી. તેમણે કહ્યું કે જો જીતશે તો પ્રથમ દિવસથી જ રોગચાળાને નિયંત્રિત કરવા એક યોજના લાગુ કરશે. જેથી અનેક જિંદગી બચી જશે. તેમના દેશમાં 2 કરોડ લોકો બેકાર છે. આ માટે પણ તેમની આર્થિક યોજના તૈયાર છે…