ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 નવેમ્બર, 2021
શુક્રવાર
ઉત્તર કોરિયા વિચિત્ર નિયમો અને કાયદાઓને હંમેશા લઈને ચર્ચામાં રહે છે. ત્યાં એવા નિયમો છે જે વિશ્વના અન્ય કોઈ દેશમાં જોવા મળતા નથી. ત્યાંના લોકો માટે બીજી બધી વાતોમાં ભલે આઝાદી ભલે ન હોય, પરંતુ પોતાની પસંદગીના કપડાં પહેરવાની સ્વતંત્રતા છીનવાઈ ગઈ છે. તાજેતરમાં જ ઉત્તર કોરિયાના લોકોને લેધર જેકેટ પહેરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જે બાદ આ સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાઈ ગયા છે.
આ દેશમાં કોઈ લેધર ટ્રેન્ચ કોટ વેચશે નહીં, ન તો કોઈ તેને ખરીદશે અને પહેરશે. હકીકતે આ દેશમાં ચામડાના કોટની આયાત કરવામાં આવી રહી હતી અને તે પણ ચીનથી. આ દેશના લોકોને પણ આવા કોટ ખૂબ પસંદ હતા અને લોકો તેને પહેરતા પણ હતા, પરંતુ થોડા સમય પછી સાંભળવા મળ્યું કે હવે ત્યાંના લોકો આવા કોટ પહેરી નહિ શકે.
મળેલી જાણકારી અનુસાર ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉને વર્ષ 2019માં એક ઈવેન્ટ દરમિયાન ચામડાનો ટ્રેન્ચ કોટ પહેર્યો હતો. ત્યારબાદ આ તસવીરો ત્યાંના નેશનલ ટેલિવિઝન પર પણ વાયરલ થઈ હતી. જ્યારથી કિમ અને તેના સાથીઓએ આ સ્ટાઈલ કેરી કરી છે, લોકો તેમને ફોલો કરવા લાગ્યા છે. આ કોટ ચીનથી મોટી સંખ્યામાં આયાત કરવામાં આવતા હતા. દરમિયાન, ઉત્તર કોરિયા તરફથી સત્તાવાર રીતે કહેવામાં આવ્યું છે કે હવે લોકો આવા કોટ પહેરી શકશે નહીં. એક મીડિયાના અહેવાલ મુજબ આવો કોટ પહેરીને કિમ જોંગની નકલ લોકો કરી રહ્યા છે, જે તેમનું અપમાન છે. હવે આ કારણોસર અહીંના લોકો લેધર જેકેટ પહેરી શકશે નહિ.
ઉત્તર કોરિયાની એક વ્યક્તિએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે લોકો સરકારના આ નિર્ણયથી ખૂબ જ નિરાશ છે કારણ કે તેમને આ કોર્ટ ફેશનેબલ કપડા તરીકે પસંદ હતો, પરંતુ હવે અહીંના લોકો આવા કોટ પહેરતા નથી અને કોઈ તેને વેચતું નથી.