News Continuous Bureau | Mumbai
15 વર્ષની છોકરીએ પોતાના ક્રશને ખુશ કરવા તમામ હદો વટાવી દીધી. આ માટે તેને સજા પણ મળી છે. તેના પ્રેમનું દિલ જીતવા માટે, છોકરીએ ક્રેશ ડાયટનો આશરો લીધો અને 25 કિલો વજન ઉતાર્યો. તેનું વજન સામાન્ય કરતાં અડધું થઈ ગયું હતું. જેના કારણે તેનું મોત થયું. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના ચીનની છે.
મીડિયા અહેવાલ મુજબ, ઝિયાઓલિંગ (નામ બદલ્યું છે) 5 ફૂટ 4 ઇંચ ઊંચી હતી. 20 દિવસ ડીપ કોમામાં રહ્યા બાદ તેનું મૃત્યુ થઇ ગયું હતું. તેનું વજન 25 કિલો સુધી પહોંચી ગયું હતું. ICU બેડ પરથી તેનો એક વીડિયો પણ સ્થાનિક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. તેણે જાન્યુઆરીમાં ચાઈનીઝ ન્યૂ યરના ત્રીજા દિવસથી વોટર ડાયટ શરૂ કર્યું હતું. છોકરીનો ઉદ્દેશ્ય એવા છોકરાનું દિલ જીતવાનો હતો જે પહેલાથી અન્ય એક છોકરીના પ્રેમમાં હતો જે તેના કરતાં પાતળી હતી. આનાથી તેના માતા-પિતાને ઘણી ચિંતા થઈ. તેણે સમજાવવાની કોશિશ કરી હતી પણ તે માનતી ન હતી.
આ સમાચાર પણ વાંચો: Papaya Side Effects : પપૈયા સાથે આ ફળનું ન કરો સેવન, બની શકે છે જીવલેણ, આરોગ્યને થાય છે નુકસાન
50 દિવસ સુધી કંઈ ખાધું નહીં
જ્યારે મૃતક બાળકીના માતા-પિતાએ તેને હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કર્યો ત્યારે તે કારમાંથી કૂદી પડી હતી. પછી કોઈક રીતે તેઓ તેને હોસ્પિટલ લઈ જવામાં સફળ થયા, પરંતુ યુવતીએ પોતાને નુકસાન પહોંચાડવાનું શરૂ કર્યું અને હોસ્પિટલથી ભાગવાનો પ્રયાસ કર્યો. તે માર્ચના મધ્ય સુધી માત્ર પાણી જ પીતી રહી. તેણે 50 દિવસ સુધી કંઈ ખાધું નહી. આ કારણે તે એનોરેક્સિયા નર્વોસાથી પીડિત હતી. સારવાર ન મળવાને કારણે બીમારી વધી રહી હતી.
માતાપિતાએ સારવાર બંધ કરી દીધી
માર્ચમાં જ્યારે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે તે બેભાન અવસ્થામાં પહોંચી હતી. પછી બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી. ડોકટરો જાણતા ન હતા કે તે ભાનમાં આવશે કે નહીં. બાદમાં યુવતી કોમામાં સરી પડી. ડોક્ટરોએ તેના માતા-પિતાને કહ્યું કે હવે તેમની પાસે બે જ રસ્તા છે, કાં તો દીકરીને કોમામાં રાખો અથવા તો આ પીડામાંથી મુક્તિ અપાવે. યુવતીના માતા-પિતાએ લાંબા વિચાર વિમર્શ બાદ તેની સારવાર બંધ કરવાનો નિર્ણય લીધો. આ પછી તેમની દીકરીએ દુનિયાને કાયમ માટે અલવિદા કહી દીધું.