News Continuous Bureau | Mumbai
London: લંડનના મેયર સાદિક ખાને ( Sadiq Khan ) જણાવ્યું હતું કે બ્રેક્ઝિટથી બ્રિટનની અર્થવ્યવસ્થાને ( Britain economy ) લગભગ 140 બિલિયન બ્રિટિશ પાઉન્ડ ( British pound ) ($178.7 બિલિયન) અથવા છ ટકાનું નુકસાન થયું છે. ખાને સિટી હોલ દ્વારા નિયુક્ત કેમ્બ્રિજના અર્થશાસ્ત્રી વિભાગ ખાતે, ગુરુવારે લંડન શહેરમાં એક ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે, લંડનના યુરોપિયન યુનિયનમાંથી ( European Union ) દેશના અલગ થવાને કારણે અર્થતંત્રને 30 બિલિયન પાઉન્ડથી વધુનું નુકસાન થયું છે.
Brexit : New report reveals Britain is worse off by £140bn so far. By 2035 Brexit will cost the UK economy £311bn worse off. So much for being more prosperous and wealthier by coming out of the EU. #BrexitBrokeBritain https://t.co/jzL5VYhQB0
— Mark #ToriesOut , 💙💛🇺🇦, 🇪🇺💙NHS #FBPE (@markeverett1977) January 13, 2024
એક સત્તાવાર નિવેદન અનુસાર, તેમણે કહ્યું હતું કે, “બ્રેક્ઝિટ ( Brexit ) એ પેરિફેરલ ચિંતા નથી. જેને આપણે ભૂતકાળમાં છોડી શકીએ – તે અત્યારે આજીવિકાની કટોકટીમાં નોંધપાત્ર યોગદાન આપનાર છે અને તેના પરિણામે લોકોઅ ઘણી તકો ગુમાવી છે, વ્યવસાય ગુમાવ્યો છે, તેથી આવક ગુમાવવી પડી છે તેમજ અર્થવ્યવસ્થામાં પણ ઘટાડો જોવા મળ્યો છે.
આ સમાચાર પણ વાંચો : India-Maldives Row: ચીનથી પરત આવતા જ માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝુનું વલણ બદલાયું.. કહ્યું અમને ધમકી આપવાનું લાયસન્સ કોઈની પાસે નથી..
2023માં સરેરાશ બ્રિટનની અર્થવ્યવસ્થામાં લગભગ £2,000 ઘટાડો થયો હતો…
ઝિન્હુઆ ન્યૂઝ એજન્સીનો એક અહેવાલ અનુસાર, 2023માં સરેરાશ બ્રિટનની અર્થવ્યવસ્થામાં લગભગ £2,000 ઘટાડો થયો હતો, જ્યારે બ્રેક્ઝિટના પરિણામે સરેરાશ ગયા વર્ષે લંડનવાસીઓને લગભગ £3,400 મિલીયનનો ઘટાડો જોવા મળ્યો હતો.
મેયરે તેમના નિવેદનમાં વધુમાં કહ્યુ હતું કે, આર્થિક નુકસાન હજી વધુ ખરાબ થવાની તૈયારીમાં છે, જો કોઈ પગલાં લેવામાં નહીં આવે તો યુકેની અર્થવ્યવસ્થાને 2035 સુધીમાં £300 બિલિયનથી વધુનું નુકસાન થવાની સંભાવના છે