News Continuous Bureau | Mumbai
ઈન્ડોનેશિયામાં એકવાર ફરી કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગુરુવારે વહેલી સવારે ઈન્ડોનેશિયાના પૂર્વી હિસ્સામાં આવેલા ટેર્નેટ શહેર પાસે 7.4 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો હતો. આંચકા એટલા તેજ હતા કે લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા અને ગભરાટમાં ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપ બાદ પ્રશાસન દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે, જેને પગલે તટીય વિસ્તારોમાં દહેશતનો માહોલ છે.
સમુદ્રમાં 35 કિમીની ઊંડાઈએ ભૂકંપનું કેન્દ્ર
US જિયોલોજિકલ સર્વે (USGS) ના રિપોર્ટ મુજબ, આ ભૂકંપ સ્થાનિક સમય મુજબ સવારે 6:48 વાગ્યે મોલુક્કા સમુદ્રમાં 35 કિમીની ઊંડાઈએ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર ટેર્નેટ નામના નાના ટાપુ પાસે સમુદ્રમાં હોવાનું જણાવાયું છે. ઉત્તરી સુલાવેસી પ્રાંતના મનાડો શહેરમાં રહેતા લોકોના જણાવ્યા મુજબ, ભૂકંપના તેજ આંચકા અનુભવાતા જ શાળાઓના વિદ્યાર્થીઓ અને સ્થાનિકો ખુલ્લા મેદાનો તરફ ભાગ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Donald Trump Iran Speech: ડોનાલ્ડ ટ્રમ્પનું રહસ્યમય સંબોધન: ઈરાનને ધૂળ ચટાડવાનો દાવો, શું આ શાંતિની શરૂઆત છે કે ભયાનક યુદ્ધની ચેતવણી?
1,000 કિમીના વિસ્તારમાં સુનામીની લહેરોનું જોખમ
હવાઈ સ્થિત પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે ચેતવણી આપી છે કે ભૂકંપના કેન્દ્રથી 1,000 કિમીના દાયરામાં ભયાનક સુનામીની લહેરો ઉઠી શકે છે. આ જોખમ માત્ર ઈન્ડોનેશિયા જ નહીં, પરંતુ ફિલિપાઈન્સ અને મલેશિયાના દરિયાકાંઠાના વિસ્તારો પર પણ તોળાઈ રહ્યું છે. પ્રશાસને દરિયા કિનારે વસતા લોકોને ઊંચાઈવાળા વિસ્તારોમાં ખસી જવા અને સતર્ક રહેવા આદેશ આપ્યા છે.
પેસિફિક ‘રિંગ ઓફ ફાયર’ ની અસરમાં ઈન્ડોનેશિયા
ઈન્ડોનેશિયા પેસિફિક ‘રિંગ ઓફ ફાયર’ (Ring of Fire) પર સ્થિત હોવાથી ત્યાં વારંવાર ભૂકંપ અને જ્વાળામુખી ફાટવાની ઘટનાઓ બનતી રહે છે. અગાઉ પણ અહીં આવેલા ભૂકંપોએ હજારો લોકોના જીવ લીધા છે. અત્યારે હજુ સુધી જાનહાનિ કે મોટા નુકસાનના કોઈ સત્તાવાર સમાચાર નથી, પરંતુ સુનામીના ખતરાને જોતા બચાવ કામગીરી અને દેખરેખ વધારી દેવામાં આવી છે.
Join Our WhatsApp Community