Donald Trump Tariff| અમેરિકન કોર્ટની લપડાક! ૧૦% ગ્લોબલ ટેરિફને ગેરકાયદે ગણાવતા ટ્રમ્પ બેકફૂટ પર, જાણો ભારત સહિત દુનિયા પર શું થશે અસર

Donald Trump Tariff| ટ્રેડ કોર્ટે ટ્રમ્પની વ્યાપાર નીતિને ફગાવી; આયાતકારોને 5 દિવસમાં રિફંડ આપવાનો આદેશ, 1974ના કાયદાનો ખોટો ઉપયોગ થયાનું તારણ.

by Zalak Parikh
Donald Trump Tariff| અમેરિકન કોર્ટની લપડાક! ૧૦% ગ્લોબલ ટેરિફને ગેરકાયદે ગણાવતા ટ્રમ્પ બેકફૂટ પર, જાણો ભારત સહિત દુનિયા પર શું થશે અસર

 

News Continuous Bureau | Mumbai

Donald Trump Tariff| ઈરાન સાથે ચાલી રહેલા સૈન્ય તણાવની વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઘરઆંગણે મોટો કાયદાકીય આંચકો લાગ્યો છે. યુએસ ટ્રેડ કોર્ટે (US Trade Court) ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા તાજેતરના ૧૦% વૈશ્વિક ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે ૧૯૭૪ના ટ્રેડ એક્ટ હેઠળ આટલા વ્યાપક ટેક્સને વ્યાજબી ઠેરવી શકાય નહીં.

કાયદાના દુરુપયોગ બદલ કોર્ટની લાલ આંખ

ડોનાલ્ડ ટ્રમ્પે ફેબ્રુઆરી ૨૦૨૬માં ૧૯૭૪ના ટ્રેડ એક્ટની કલમ ૧૨૨નો સહારો લઈને આ ટેરિફ લાગુ કર્યા હતા. આ કાયદો દેશના ‘પેમેન્ટ ડેફિસિટ’ (ચુકવણી સંતુલન ખાધ) અથવા ડોલરના મૂલ્યમાં ભારે ઘટાડાને રોકવા માટે ૧૫૦ દિવસ સુધી શુલ્ક લાદવાની મંજૂરી આપે છે. જોકે, ઇન્ટરનેશનલ ટ્રેડ કોર્ટે ૨-૧ના બહુમતીથી ચુકાદો આપ્યો હતો કે રાષ્ટ્રપતિએ આ દાયકાઓ જૂના કાયદાનો ખોટો ઉપયોગ કર્યો છે અને સુપ્રીમ કોર્ટના અગાઉના આદેશને અવગણવાનો પ્રયાસ કર્યો છે.

24 રાજ્યોએ ટ્રમ્પના નિર્ણયને આપી હતી પડકાર

ગત મહિને ૨૪ રાજ્યો અને અનેક નાના વ્યવસાયો દ્વારા ટ્રમ્પના આ નિર્ણય સામે કોર્ટમાં દલીલો કરવામાં આવી હતી. આ રાજ્યોમાં મોટાભાગે ડેમોક્રેટ્સનું શાસન છે. રાજ્યોની દલીલ હતી કે આ ટેક્સ સુપ્રીમ કોર્ટના તે મોટા નિર્ણયને બાયપાસ કરવાનો પ્રયાસ હતો, જેણે ટ્રમ્પના ૨૦૨૫ના ટેરિફને રદ કર્યા હતા. કોર્ટે હવે આયાતકારોને રાહત આપતા આગામી ૫ દિવસની અંદર વસૂલવામાં આવેલી રકમ રિફંડ (Refund) કરવાનો આદેશ આપ્યો છે.

સ્ટીલ અને ઓટોમોબાઈલ પર ટેરિફ યથાવત

અદાલતનો આ નિર્ણય હાલમાં માત્ર તે પક્ષો પર જ લાગુ થાય છે જેમણે પ્રશાસન સામે કોર્ટમાં પડકાર ફેંક્યો હતો. મહત્વનું છે કે સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઓટોમોબાઈલ જેવા ક્ષેત્રો પર લાદવામાં આવેલા ટેરિફ હજુ પણ ચાલુ રહેશે, કારણ કે તે આ કાયદાકીય મર્યાદામાં આવતા નથી. ટ્રમ્પ પ્રશાસને આર્થિક કટોકટી અને ૧.૨ ટ્રિલિયન ડોલરની વેપાર ખાધનો હવાલો આપીને આ ટેક્સનો બચાવ કર્યો હતો, પરંતુ અર્થશાસ્ત્રીઓએ કોર્ટમાં સાબિત કર્યું કે અમેરિકા આવી કોઈ મોટી પેમેન્ટ કટોકટીનો સામનો કરી રહ્યું નથી.

👉 આ સમાચાર વાચો:
USIran Tension| હોર્મુઝની સામુદ્રધુનીમાં હલચલ! ૩૦ દિવસના યુદ્ધવિરામ માટે મંત્રણા શરૂ, જાણો ભારત પર શું થશે અસર

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More