ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 04 માર્ચ, 2022,
શુક્રવાર,
પાકિસ્તાનના પેશાવરમાં મોટી દુર્ઘટના ઘટી છે.
મળતી જાણકારી મુજબ પેશાવરના કોચા રિસાલદારની મસ્જિદમાં જુમ્માની નમાઝ દરમિયાન ભીષણ વિસ્ફોટ થયો છે.
આ વિસ્ફોટમાં 45 લોકોનાં મોત થયાં છે અને 65થી વધુ લોકો ઘાયલ થયા છે.
સાથે જ આ હુમલામાં બે સુરક્ષાકર્મીઓના પણ મોત થયાના અહેવાલ છે.
વિસ્ફોટમાં મૃત્યુઆંક વધી શકે છે અને તે સંભવત: આત્મઘાતી હુમલો હતો.
યુદ્ધગ્રસ્ત યુક્રેનની રાજધાનીમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીને વાગી ગોળી, હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
