Iran-US Conflict: ઈરાનનો મોટો દાવો- અમેરિકા વિરુદ્ધ રશિયા અને ચીન આપશે સૈન્ય સાથ; જાણો પશ્ચિમી દેશોમાં કેમ મચ્યો હડકંપ’

પશ્ચિમ એશિયામાં મહાયુદ્ધની સ્થિતિ: ઈરાને રશિયા અને ચીનને ગણાવ્યા પોતાના ‘વ્યૂહાત્મક ભાગીદાર’, અમેરિકાએ રશિયા પર ગુપ્ત માહિતી લીક કરવાનો લગાવ્યો આરોપ, ઈરાનની વળતર અને ગેરંટીની માંગ.

by samadhan gothal
Iran-US Conflict ઈરાનનો મોટો દાવો- અમેરિકા વિરુદ્ધ રશિયા અને ચીન આપશે સૈન્ય સાથ

News Continuous Bureau | Mumbai
Iran-US Conflict પશ્ચિમ એશિયામાં છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાને એક સનસનીખેજ દાવો કર્યો છે. ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ખુલાસો કર્યો છે કે અમેરિકા અને ઈઝરાયેલ સામેની આ જંગમાં રશિયા અને ચીન ઈરાનને સૈન્ય સમર્થન પૂરું પાડી રહ્યા છે. અરાઘચીએ આ બંને દેશોને ઈરાનના ‘વ્યૂહાત્મક ભાગીદાર’ ગણાવ્યા છે અને રાજકીય તેમજ આર્થિક સ્તર ઉપરાંત સૈન્ય સ્તરે પણ મજબૂત સહયોગ હોવાની વાત સ્વીકારી છે.આ ખુલાસો એવા સમયે થયો છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ શંકા વ્યક્ત કરી હતી કે રશિયા ઈરાનને અમેરિકી સૈન્ય મથકોની ગુપ્ત માહિતી આપી રહ્યું છે.

સૈન્ય સહયોગ પર અરાઘચીનું મોટું નિવેદન

ઈરાની વિદેશ મંત્રીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “ચીન અને રશિયા અમારા વ્યૂહાત્મક ભાગીદારો છે અને તેઓ આ સંઘર્ષમાં અમને સહયોગ આપી રહ્યા છે. આમાં સૈન્ય સહયોગ પણ સામેલ છે.” જોકે, તેમણે આ સહયોગની ચોક્કસ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ એટલું સ્પષ્ટ કર્યું હતું કે ત્રણેય દેશો વચ્ચેનો તાલમેલ અત્યારે અત્યંત મજબૂત છે.

ટ્રમ્પની શંકા અને ‘લુકાસ’ ડ્રોનનો દાવો

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જણાવ્યું હતું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન કદાચ ઈરાનને મદદ કરી રહ્યા છે કારણ કે અમેરિકા યુક્રેનની મદદ કરી રહ્યું છે. બીજી તરફ, અરાઘચીએ એક ગંભીર દાવો કરતા કહ્યું કે અમેરિકાએ ઈરાનના ‘શાહિદ’ ડ્રોનની નકલ કરીને ‘લુકાસ’ નામનું નવું ડ્રોન બનાવ્યું છે, જેનો ઉપયોગ આરબ દેશોના ઠેકાણાઓને નિશાન બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. ઈરાને ચેતવણી આપી છે કે જો તેમના તેલ ક્ષેત્રો પર હુમલો થશે, તો તેઓ આ વિસ્તારમાં કાર્યરત અમેરિકી કંપનીઓ પર સીધો હુમલો કરશે.

આ સમાચાર પણ વાંચો : Dubai Airport Attack: ઈરાની ડ્રોન હુમલાને કારણે દુબઈ એરપોર્ટ ગુંજી ઉઠ્યું, ફ્યુઅલ ટેન્કમાં ભીષણ આગ; જાણો ફ્લાઈટ સ્ટેટસ અને લેટેસ્ટ અપડેટ્સ

સમજૂતીનો ઇનકાર અને વળતરની માંગ

ઈરાને અત્યારે કોઈ પણ પ્રકારની શાંતિ વાટાઘાટો કે સમજૂતીની શક્યતાઓને નકારી દીધી છે. વિદેશ મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે યુદ્ધ ત્યારે જ અટકી શકે છે જ્યારે:
ફરીથી હુમલો નહીં થાય તેવી લેખિત અને મજબૂત ગેરંટી આપવામાં આવે.
સંઘર્ષ દરમિયાન થયેલા નુકસાન માટે ઈરાનને યોગ્ય વળતર અથવા હરજાણું ચૂકવવામાં આવે.
ઈરાને આરબ દેશો સાથે મળીને હુમલાની તપાસ માટે એક સંયુક્ત સમિતિ બનાવવાનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો છે.

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More