News Continuous Bureau | Mumbai
Man attempts suicide at Makkah: મક્કાની મસ્જિદ-એ-હરમમાંથી ( Masjid-e-Haram ) એક મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. ખલીજ ટાઈમ્સ અનુસાર, એક વ્યક્તિએ મસ્જિદ-એ-હરમના ઉપરના માળેથી નીચે કુદી પડ્યો હતો અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટના બન્યા બાદ ગ્રાન્ડ મસ્જિદની સુરક્ષા માટે બનાવવામાં આવેલી વિશેષ ટીમે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. જોકે, સુરક્ષા ટીમે હજી કૂદી પડનાર વ્યક્તિની ઓળખ જાહેર કરી નથી. આ ઘટના વિશે વધુ વિગતો આપ્યા વિના, મસ્જિદ સત્તાવાળાએ નિવેદન આપતા કહ્યું હતું કે , “જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી રહી છે.”
અગાઉ પણ આવી ઘટનાઓ બની છે..
ખલીજ ટાઈમ્સ અનુસાર, અગાઉ 2017 માં, સાઉદી અરેબિયાના ( Saudi Arabia ) એક રહેવાસીએ કાબા મસ્જિદની મધ્યમાં સ્થિત સ્ક્વેર સ્ટોન બિલ્ડિંગની સામે પોતાને આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન સુરક્ષા દળોએ સાઉદીના રહેવાસીનો જીવ બચાવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Britain: દેશમાં બ્રિટેનથી આવનાર દર્દીઓની સંખ્યામાં થયો ધરખમ વધારો, આ વર્ષે 10 ગણા વધુ બ્રિટીશ દર્દીઓ સારવાર માટે ભારતમાં આવ્યા
તેમજ આ ઘટનાઓ સિવાય અગાઉ પણ, વર્ષ 2018માં આત્મહત્યા સંબંધિત ત્રણ અલગ-અલગ ઘટનાઓ બની હતી. જેમાં જૂનની શરૂઆતમાં, એક ફ્રેન્ચ વ્યક્તિએ મસ્જિદની છત પરથી કૂદીને આત્મહત્યા કરી. એક અઠવાડિયાથી વધુ સમય પછી, એક બાંગ્લાદેશી વ્યક્તિએ આ જ રીતે આત્મહત્યા કરી. તો વર્ષ 2018માં જ ઓગસ્ટ મહિનામાં એક આરબ રહેવાસીએ ગ્રાન્ડ મસ્જિદમાંથી ( Grand Mosque ) કૂદીને આત્મહત્યા કરી હતી.
હવે મસ્જિદમાંથી ( Makkah ) કૂદવાનો નવો મામલો સામે આવ્યો છે, જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે કૂદનાર વ્યક્તિની શું હાલત છે? વ્યક્તિએ મસ્જિદના ઉપરના માળેથી છલાંગ લગાવી છે, તેથી તેની હાલત ગંભીર હોઈ શકે છે.