257
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 નવેમ્બર 2021
શુક્રવાર.
કોરોના મહામારીએ વિશ્વભરમાં ભારે હાહાકાર મચાવ્યો છે. ત્યારે હવે અન્ય એક બીમારીએ દસ્તક આપી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ યુએસના કેટલાક રાજ્યોમાં મંકીવાયરસના કેસની પુષ્ટિ થઈ છે.
નાઈજીરિયાથી આવેલા એક અમેરિકનમાં આ વાયરસના ચેપની પુષ્ટિ થઈ છે.
હવે આ કેસ પછી મંકી વાયરસ ફેલાવાનું જોખમ વધી ગયું છે.
યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ પ્રિવેન્શન અને મેરીલેન્ડ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એ એકસાથે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે દર્દીમાં મંકીવાયરસના હળવા લક્ષણો જોવા મળ્યા છે.
આ વાયરસ આફ્રિકાથી અહીં આવ્યો હોવાનું માનવામાં આવે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, આ વાયરસ 2019માં નાઈજીરિયામાં ફેલાયો હતો. હવે ફરી એકવાર તેના કેસ જોવા મળી રહ્યા છે.
કોરોનાને લઈને બેફિકર થઈ ગયા હોવ તો જરા સાવચેત રહેજો, મુંબઈમાં શહેરની તુલનાએ પરામાં આટલા એક્ટિવ કેસ: જાણો આંકડા
You Might Be Interested In