News Continuous Bureau | Mumbai
- અગાલેગા ટાપુ ખાતે છ સામુદાયિક વિકાસ પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે
- પ્રોજેક્ટ્સ મુખ્ય ભૂમિ મોરેશિયસ સાથે અગાલેગાની કનેક્ટિવિટી મજબૂત કરશે અને દરિયાઈ સુરક્ષાને મજબૂત કરશે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી પ્રવિંદ જગનાથ, 29 ફેબ્રુઆરી 2024 ના રોજ બપોરે 1 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા મોરેશિયસના અગાલેગા ટાપુ ખાતે છ સમુદાય વિકાસ પ્રોજેક્ટ્સ સાથે નવી એરસ્ટ્રીપ ( Airstrip ) અને સેન્ટ જેમ્સ જેટી ( jetty ) નું સંયુક્તપણે ઉદ્ઘાટન કરશે.
આ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન એ ભારત અને મોરેશિયસ વચ્ચેની મજબૂત અને દાયકાઓ જૂની વિકાસ ભાગીદારીનો પુરાવો છે. આ પ્રોજેક્ટ્સ મેઇનલેન્ડ મોરેશિયસ અને અગાલેગા વચ્ચે બહેતર જોડાણની માંગને પૂર્ણ કરશે, દરિયાઈ સુરક્ષાને મજબૂત કરશે અને સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે.
આ સમાચાર પણ વાંચો : Tamil Nadu : PM મોદીનો સાઉથ ઇન્ડિયન લૂક, પ્રધાનમંત્રી એ તમિલનાડુના મદુરાઈ મીનાક્ષી અમ્મા મંદિરમાં ઝુકાવ્યું શીશ, લીધા ભગવાનના આશીર્વાદ
આ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન મહત્વપૂર્ણ છે કારણ કે તે 12 ફેબ્રુઆરી 2024ના રોજ બંને નેતાઓ દ્વારા મોરિશિયસમાં UPI અને RuPay કાર્ડ સેવાઓના તાજેતરના લોંચને અનુસરે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
