ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
09 માર્ચ 2021
દુનિયાભરના પૈસા લૂંટીને અને કરોડો લોકોની હત્યા કરીને પોતાનો મહેલ બનાવનાર ગોરી પ્રજા એટલે કે બ્રિટનના શાહી પરિવાર ની આબરૂ લૂંટાઈ ગઈ છે.
લન્ડન માં પ્રકાશિત થયેલા એક અહેવાલ પ્રમાણે પ્રિન્સ હેરી અને તેની પત્ની મેગન માર્કેલ એ હોલિવૂડ સ્ટાર ઓપ્રા વિનફ્રેને ઈન્ટરવ્યૂ આપ્યો છે. આ ઇન્ટરવ્યુમાં તેમણે જે વાત કહી છે તે ખરેખર શરમજનક છે.
લેડી ડાયેના ના સુપુત્ર પ્રિન્સ હેરીએ કહ્યું કે તે એક અશ્વેત ને પરણ્યો હતો અને આથી તેની સાથે ભેદભાવ કરવામાં આવ્યો. તેની પત્નીને પ્રેગ્નન્સી દરમિયાન ખર્ચ ઉઠાવવા માટે શાહી પરિવાર તરફથી પૈસા ન આપવામાં આવ્યા. આટલું જ નહીં તેમનો પુત્ર 'આર્ચી' રાજ પરિવારનો ઉત્તરાધિકારી એટલે જાહેર કરવામાં આવ્યો નહીં કારણ કે પરિવારને ડર હતો કે ક્યાંક પેદા થનાર પુત્ર અશ્વેત ન હોય.
પ્રિન્સ હેરીએ કહ્યું કે તેમના પિતા પ્રિન્સ ચાર્લ્સ તેમની સાથે આવું વર્તન કરી રહ્યા હતા અને જો તેમની માતા લેડી ડાયેના જીવિત હોત તો તેમને બહુ જ ખરાબ લાગત.
આ ઉપરાંત મેગન માર્કેલે જણાવ્યું કે તેને પ્રેગ્નન્સી દરમિયાન આત્મહત્યા કરવાનો ખ્યાલ આવ્યો હતો. કારણ કે તેની સાથે ભેદભાવભર્યું વર્તન થયું હતું.
આમ શાહી પરિવારની અંદરની ગુપ્ત વાતો અત્યારે બહાર આવી છે. દુનિયાને યોગ્ય અને અયોગ્ય ના પદાર્થપાઠ શીખવનાર બ્રિટનના શાહી પરિવારમાં કેટલી ક્રૂરતા ભરેલી છે તેનું આ તદ્દાશ ઉદાહરણ છે.
